Thu Jun 11 2026

Logo

યુએસનની રિફાઇનરીમાં જોરદાર વિસ્ફોટ: શહેર ધ્રુજી ઉઠ્યું, ધુમાડા આકાશ સુધી પહોંચ્યા જુઓ વિડીયો...

Houston   2026-03-24 11:28:26
Author: Savan Zalariya
Article Image

X (Rapid Report)


હ્યુસ્ટન: પશ્ચિમ એશિયામાં સશસ્ત્ર સંઘર્ષને કારણે દુનિયાના ઘણાં દેશોમાં ઇંધણની અછત ઉભી થઇ છે, યુએસ-ઇઝરાયલ ઈરાનના પેટ્રોલિયમ ભંડારો પર હુમલા કરી રહ્યા છે, જવાબમાં ઈરાન પણ મધ્યપૂર્વમાં યુએસના સાથી દેશો પર હુમલા કરી રહ્યું છે. એવામાં યુએસના ટેક્સાસના પોર્ટ આર્થરમાં આવેલા વલેરો એનર્જી રિફાઇનરીમાં જોરદાર વિસ્ફોટ થતા ગભરાટ ફેલાયો છે.

અહેવાલ મુજબ ગઈ કાલે સોમવારે સાંજે લગભગ 7:22 વાગ્યે (સ્થાનિક સમય મુજબ) વલેરો એનર્જી રિફાઇનરીમાં જોરદાર વિસ્ફોર થયો હતો, રિફાઇનરીથી ઘણા કિલોમીટર દુર સુધી વિસ્ફોટનો આવાજ સંભળાયો હતો. અધિકારીઓએ સ્થાનિકોને શેલ્ટરમાં છુપાઈ જવાનો આદેશ આપ્યો છે. 

ઈમરજન્સી રિસ્પોન્સ ટીમો ઘટનાસ્થળે:
અહેવાલ મુજબ, રીફાઇનરીના ડીઝલ હાઇડ્રોટ્રીટરમાં આગ લાગી હતી, જેને કારણે મશીનરીને ભારે નુકસાન પહોંચ્યું છે. રિફાઇનરીનો એક ભાગ બંધ કરી દેવામાં આવ્યો છે. આખો પ્લાન્ટ બંધ રાખવો કે નહીં તે અંગે અધિકારીઓ વિચાર કરી રહ્યા છે.

પરિસ્થિતિને કાબુમાં લેવા ફાયર બ્રિગેડની ટીમો અને અન્ય ઈમરજન્સી રિસ્પોન્સ ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. અત્યાર સુધી, કોઈ જાનહાની કે ઈજાના અહેવાલ નથી. વિસ્ફોટ થવા પાછળના કારણો અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. 

સ્થાનિકોમાં ગભરાટ:
વિસ્ફોટ એટલો જોરદાર હતો કે સ્થાનિકોને ભૂકંપના જોરદાર આંચકાનો અનુભવ થયો હતો. વિસ્ફોટ બાદ રીફાઈનરીના કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે. વિડીયોમાં જોવા મળે છે કે રિફાઈનરીમાં જોરદાર આગ લાગેલી છે અને કાળા ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા છે.

લોકોમાં ગભરાટનો માહોલ છે, લોકો વિસ્તાર છોડીને દુર જવાનો પ્રયાસ કરી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ આસપાસના વિસ્તારમાં એર ક્વોલીટીનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. 

અધિકારીઓએ જણાવ્યું છે કે હાલ લોકોના સ્થળાંતર કરવાની જરૂર જણાઈ રહી નથી. અધિકારીઓને રહેવાસીઓ હાલ શેલ્ટર્સમાં રહેવાની અપીલ કરી છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને બે હાઈવે બંધ કરવામાં આવ્યા છે.


રિફાઇનરી ખુબજ મહત્વની:
વાલેરો એનર્જીની અસરગ્રસ્ત રિફાઇનરી હ્યુસ્ટનથી લગભગ 90 માઇલ પૂર્વમાં ટેક્સાસ ગલ્ફના કિનારે આવેલી છે. આ રિફાઇનરી યુએસની સૈથી મોટી રીફાઇનરીઓમાંની એક છે. આ રીફાઇનરી હેવી સોર ક્રૂડ ઓઈલને પ્રોસેસ કરીને દરરોજ લગભગ 435,000 બેરલ ગેસોલિન, ડીઝલ અને જેટ ફ્યુઅલનું ઉત્પાદન કરી શકે છે.