મણિપુરના કાંગપોક્પી જિલ્લામાં ઉગ્રવાદીઓએ વાહન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ચાર લોકો માર્યા ગયા છે.જ્યારે એક વ્યક્તિ ગુમ થયો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત થોડા મહિના પૂર્વે મણિપુરના કાંગપોક્પી જિલ્લાના લોઇબોલ ખુલેન ગામ પર ઉગ્રવાદી હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને સાત ઘરો બળીને ખાખ થઈ ગયા હતા. કુકી સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી સર્વોચ્ચ સંસ્થા KIM અનુસાર, NSCN-IM અને તેના સાથી સંગઠન, ZUF(K)ના ભારે સશસ્ત્ર સભ્યોએ ગામ પર હુમલો કર્યો હતો.
પાંચ ઉગ્રવાદીઓની ધરપકડ
જ્યારે બીજા ઘટનાક્રમમાં મણિપુર પોલીસે ઇમ્ફાલ ખીણના વિવિધ જિલ્લાઓમાં ખંડણી, ધાકધમકી અને અપહરણની ઘટનાઓમાં સંડોવાયેલા પાંચ ઉગ્રવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની સાથે એક સગીરની પણ અટકાયત કરવામાં આવી છે.
પ્રતિબંધિત સંગઠન સાથે જોડાણ
પોલીસના જણાવ્યા અનુસાર, પ્રતિબંધિત સંગઠન યુનાઇટેડ પીપલ્સ પાર્ટી ઓફ કાંગલેઇપાક (UPPK)સાથે જોડાયેલા આ આતંકવાદીઓને મંગળવારે બિષ્ણુપુર, ઇમ્ફાલ પૂર્વ અને ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના અલગ અલગ સ્થળોએથી ધરપકડ કરવામાં આવી હતી.
વ્યક્તિઓ પાસેથી કુલ 23 UPPK લેટરહેડ મળી આવ્યા
પોલીસે અહેવાલ આપ્યો હતો કે ધરપકડ કરાયેલા વ્યક્તિઓ પાસેથી કુલ 23 UPPK લેટરહેડ મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ અપહરણ, ખંડણી અને ધાકધમકીની ઘટનાઓમાં તેમની સંડોવણી સ્વીકારી હતી. દરમિયાન, સુરક્ષા દળોએ તાફૌ કુકી (કાંગપોકપી જિલ્લો) અને નજીકના તાફૌ લિયાંગમાઈ (સેનાપતિ જિલ્લો) માં ઘેરાબંધી અને શોધખોળ કામગીરી હાથ ધરીને મોટી માત્રામાં શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કર્યો.
પોલીસ અને સુરક્ષા દળના સંયુક્ત ઓપરેશનના શસ્ત્રો મળ્યા
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, શોધખોળ દરમિયાન બે SBBL બંદૂકો, 12-બોરના 78 રાઉન્ડ દારૂગોળો અને AK-47 અને .22 કેલિબર રાઉન્ડ માટે ખાલી કેસીંગ મળી આવ્યા હતા. મણિપુર પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ની સંયુક્ત ટીમે મંગળવારે આ કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન તાફૌ કુકીમાં બે અને તાફૌ લિયાંગમાઈમાં એક બંકર પણ નાશ પામ્યા હતા.