Thu May 28 2026

Logo

માલદીવ્સ ગરમીની રજાઓ માણી રહી છે આ હસીના, ગુચ્ચીના સ્વિમસૂટમાં સમુદ્રની વચ્ચે મચાવી ધમાલ...

2026-05-27 20:50:25
Author: Darshana Visaria
Article Image

બોલીવૂડની ફેમસ ફિટનેસ આઈકોન મલાઈકા અરોરા પોતાની ટોન્ડ બોડી અને હેલ્ધી લાઈફસ્ટાઈલને કારણે હંમેશાં લાઈમલાઈટમાં રહે છે. હાલમાં જ મલાઈકા આ કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે માલદીવ્સમાં પોતાના ખાસ વેલનેસ વેકેશનનો આનંદ માણી રહી છે. એક્ટ્રેસે તેના આ લક્ઝુરિયસ વેકેશનની કેટલીક શાનદાર ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે, જે ફેન્સનું ધ્યાન ખેંચી રહ્યા છે.

શેર કરવામાં આવેલી તસવીરોમાં મલાઈકા અરોરા માલદીવ્સના નીલા સમુદ્રના પાણીમાં ડૂબકી લગાવતી અને સ્વિમિંગ કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન તેણે લક્ઝરી બ્રાન્ડ 'ગુચ્ચી'નો અત્યંત સ્ટાઇલિશ સ્વિમિંગ કોસ્ટ્યૂમ પહેર્યો છે, જેમાં તેનો આ લૂક હર હંમેશની જેમ જ એકદમ ગ્લેમરસ લાગી રહ્યો છે. સમુદ્રની ઊંડાઈઓ વચ્ચે મલાઈકાની આ અદાઓ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.

બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા એકદમ ફિટનેસ ફ્રીક છે અને તે પોતાની ફૂડ હેબિટ્સ અને ડાયેટને લઈને કેટલી સ્ટ્રિક્ટ છે એ વાત તો બધા જ જાણે છે. માલદીવ્સ જેવા બ્યુટીફુલ લોકેશન પર વેકેશન માણતી વખતે પણ મલાઈકા પોતાના હેલ્થ રૂટિન સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ કરી નથી.

એક્ટ્રેસે ફેન્સ સાથે પોતાની સ્પેશિયલ હેલ્ધી સેલેડ પ્લેટની તસવીર શેર કરી છે, જેમાં તે ઓર્ગેનિક ફૂડ આઈટમ્સ એન્જોય કરતી જોઈ શકાય છે. માત્ર ડાયેટ જ નહીં, પણ માનસિક શાંતિ અને ફિટનેસ માટે મલાઈકા માલદીવ્સના દરિયાકિનારે મેડિટેશન (ધ્યાન) કરતી, સાયકલિંગ કરતી અને રિલેક્સિંગ બોડી મસાજ લેતી પણ નજરે પડી છે.

મલાઈકા અરોરાના વાઈરલ થઈ રહેલાં ફોટોઝ સાબિત કરી આપે છે કે વેકેશનનો અર્થ માત્ર મોજ-મસ્તી નહીં પણ બોડી અને મેન્ટલ હેલ્થ ડિટોક્સ કરવાનો પણ થાય છે. ફેન્સ તેની આ ફિટનેસ પ્રત્યેની દીવાનગીના જોરદાર વખાણ કરી રહ્યા છે.