Thu Oct 01 2026

Logo

ભક્તિ અને ક્રિકેટનો અનોખો સંગમ: 'લાલબાગચા રાજા'ને ભક્તે અર્પણ કર્યું ક્રિકેટ બેટ, ડોલરનો હાર અને બીજું શું મળ્યું?

2026-09-15 18:01:22
Author: Mumbai Samachar Team
ભક્તિ અને ક્રિકેટનો અનોખો સંગમ: 'લાલબાગચા રાજા'ને ભક્તે અર્પણ કર્યું ક્રિકેટ બેટ, ડોલરનો હાર અને બીજું શું મળ્યું?

મુંબઈ: મુંબઈમાં ચાલતા ગણેશોત્સવ દરમિયાન લાલબાગચા રાજાના દરબારમાં શ્રદ્ધા અને રમતગમતનો એક અદભુત સંગમ જોવા મળ્યો છે. દેશભરમાં જ્યારે ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે એક શ્રદ્ધાળુએ લાલબાગચા રાજાને ખાસ ક્રિકેટનું બેટ અર્પણ કર્યું હતું. આ અનોખી ભેટમાં બેટની પાછળ સુંદર અક્ષરોમાં 'લાલબાગચા રાજા' કોતરીને અંકિત કરવામાં આવ્યું હતુ.  

ક્રિકેટના બેટ સિવાય આ વર્ષે  ભક્તો દ્વારા સોના-ચાંદીના વિવિધ આભૂષણો, સિક્કાઓ અને મોદક પણ દાનપેટીમાં અર્પણ કરવામાં આવ્યા હતા. તેની સાથે દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરાયેલું વિદેશી ચલણ (યુએસ ડૉલર), બેંક ચેક અને કરોડો રૂપિયાની રોકડ રકમ પણ પ્રાપ્ત થઈ હતી. 

આ બધાની વચ્ચે એક ક્રિકેટ પ્રેમી શ્રદ્ધાળુએ પોતાની ખેલભાવના અને બાપ્પા પ્રત્યેની ગાઢ આસ્થા વ્યક્ત કરતા આ બેટ ચડાવ્યું હતું, જેની પાછળના ભાગે સુંદર અક્ષરોમાં 'લાલબાગચા રાજા' કોતરીને અંકિત કરવામાં આવ્યું છે.

સામાન્ય રીતે ગણપતિ બાપ્પાના ચરણોમાં રોકડ, દાગીના કે પરંપરાગત પ્રસાદ ધરાવવામાં આવતો હોય છે, પરંતુ રમતગમતના સાધન સાથે જોડાયેલી આ ભેટ પંડાલમાં આવતા લાખો ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગઈ હતી. સોશિયલ મીડિયા પર આ બેટના દ્રશ્યો વાયરલ થતાં જ લોકો ભક્તની આ અનોખી ક્રિએટિવિટી અને ભક્તિભાવનાના મુક્ત મને વખાણ કરી રહ્યા છે.

મંડળ દ્વારા દાનપેટીમાંથી મળેલી તમામ રોકડ, ચલણ અને દાગીનાની ગણતરી બેંકના અધિકારીઓની હાજરીમાં કડક સુરક્ષા વચ્ચે કરવામાં આવે છે. ઉત્સવ પૂર્ણ થયા બાદ સોના-ચાંદીની વસ્તુઓની જાહેર હરાજી થાય છે અને તેમાંથી એકત્રિત થયેલા તમામ ભંડોળનો ઉપયોગ મંડળ દ્વારા ચલાવવામાં આવતા ડાયાલિસિસ સેન્ટર, ફ્રી દર્દી સહાય યોજના અને બુક બેંક જેવા સામાજિક કલ્યાણના કાર્યોમાં કરવામાં આવે છે.

સામાન્ય રીતે ગણપતિ બાપ્પાના ચરણોમાં રોકડ રકમ, સોનું, ચાંદી કે પરંપરાગત મીઠાઈઓ ધરાવવામાં આવતી હોય છે. પરંતુ આ વખતે બાપ્પાના પંડાલમાં અર્પણ કરાયેલું આ ખાસ ક્રિકેટ બેટ ત્યાં આવતા હજારો ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. રમતના સાધન સાથે જોડાયેલી આ ભેટ ભક્તની અનોખી શ્રદ્ધા દર્શાવે છે.  ભારતમાં ક્રિકેટ અને ધર્મ બંને લોકોના દિલની ખૂબ જ નજીક છે. 

આ ભક્તે પોતાની ખેલભાવના અને ભગવાન ગણેશ પ્રત્યેની ગાઢ આસ્થાને એકસાથે જોડીને પોતાના આરાધ્યના આશીર્વાદ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સોશિયલ મીડિયા પર આ ભેટના દ્રશ્યો વાયરલ થતાં જ લોકો ભક્તની આ ક્રિએટિવિટી અને ભાવનાના ખૂબ વખાણ કરી રહ્યા છે. મુંબઈના લાલબાગચા રાજા દેશના સૌથી પ્રસિદ્ધ અને શ્રદ્ધાળુ ગણેશ મંડળોમાંથી એક છે, જ્યાં દર વર્ષે લાખો ભક્તો, બોલિવૂડ હસ્તીઓ અને જાણીતા ખેલાડીઓ નમન કરવા આવે છે. 

અહીં આવતા દરેક ભક્ત પોતાની યથાશક્તિ અનુસાર બાપ્પાની સેવા અને મનોકામના પૂર્ણ કરવા માટે વિવિધ વસ્તુઓ ભેટ ચડાવતા હોય છે.  દરેક વર્ષે લાલબાગચા રાજાના દાનપાત્રમાંથી અનેક મૂલ્યવાન તેમજ અનોખી વસ્તુઓ પ્રાપ્ત થતી હોય છે. આ વર્ષે ગણેશોત્સવની શરૂઆતમાં જ અર્પણ કરવામાં આવેલું આ ક્રિકેટ બેટ સમગ્ર ઉત્સવમાં યાદગાર ભેટ બની ગઈ છે.