મુંબઈઃ થોડા સમયથી ફિલ્મ જગતમાં કોઈના પણ સંબંધો વિશે ખાસ ચર્ચા થઈ નથી, જોકે કોંકણા સેન શર્મા અને અમોલ પરાશર વિશેની અફવાઓ ચોક્કસપણે સામે આવી છે. અફવાઓ જેના વિશે આ અભિનેત્રીએ અગાઉ પણ વાત કરી હતી, જોકે તાજેતરમાં કોંકણાએ અમોલના જન્મદિવસ પર તેની સાથેનો એક વીડિયો શેર કર્યો હતો. તેના જવાબમાં, ચાહકો માત્ર તેને જન્મદિવસની શુભેચ્છા જ નથી આપી રહ્યા પરંતુ તેમના સંબંધો વિશે ખુલ્લેઆમ ટિપ્પણી પણ કરી રહ્યા છે. આ પોસ્ટને તે જોડી તરફથી સત્તાવાર જાહેરાત તરીકે જોઈ રહ્યા છે.
શું છે નવા વીડિયોમાં?
કોંકણા એ સોશિયલ મીડિયા પર એક વીડિયો શૅર કર્યો છે. જેમાં કોંકણા આગળ ઊભી છે અને અમોલ પાછળ ઊભા છે. કોંકણાએ ઈન્સ્ટાગ્રામ પર ફેમસ ટ્રેન્ડ પર વીડિયો બનાવીને પોસ્ટ કર્યો છે. અમોલે પણ આ વીડિયોમાં સાથ આપ્યો છે. વીડિયો પર એવું લખવામાં આવ્યું કે, જ્યારે એનો બર્થ ડે હોય અને એને કંઈક કરવાનું મન હોય ન હોય. આ વીડિયોના માધ્યમથી કોંકણા, અમોલને પૂછી રહી છે કે, તે બર્થ ડે પર શું કરવા માગે છે. જેની સામે અમોલ એક્સપ્રેશન બતાવે છે. આ ખાસ અવસર પર કંઈ પણ તૈયાર નથી. પછી બન્ને ક્યૂટ એક્સપ્રેશન પર ફેન્સ વખાણ કરી રહ્યા છે. ફેન્સ આના પર રીએક્ટ કરી રહ્યા છે. આ પહેલા પણ અમોલે પોતાની રિલેશનશીપને લઈને રીએક્ટ કરી ચૂક્યા છે. એ સમયે કહ્યું હતું કે, કોઈએ મને પૂછ્યું નથી અને બધા પોતપોતાના અનુમાન લગાવી રહ્યા છે. પહેલા હું આવી દરેક અપડેટ પર રીએક્ટ કરતો જે હવે હું નથી કરતો, મેં મુવઓન કરી લીધું છે.
ફેન્સનો અંદાજો સાચો પડશે?
અમારી વચ્ચે જે કંઈ હશે અને એને હું શૅર કરવા માટે માગીશ તો હું પહેલા એ સોશિયલ મીડિયા પર શૅર કરીશ. આપણા દરેકના જીવનમાં ઘણા લોકો હોય છે પણ કેટલાક ક્લોઝ હોય તો કેટલાક વધારે ક્લોઝ હોય છે. દરેક સંબંધોને નામ આપવું જરૂરી નથી. તમે ખુશ, સામેવાળી વ્યક્તિ ખુશ અને ઘરના ખુશ એટલે વાર્તા ખતમ. હું વધારે વિચારતો નથી. કોંકણા અને અમોલ વચ્ચેની રિલેશનશીપને લઈને અવારનવાર ચર્ચા થઈ ચૂકી છે. આ પહેલા પણ કપલ્સ કોઈ વિષયને લઈને ચર્ચામાં આવી ચૂક્યા છે. ખાસ કરીને સંબંધોની બાબત. પણ સામે આવેલા વીડિયો પરથી ફેન્સ અંદાજો લગાવી રહ્યા છે. રિલેશનશીપને લઈને સવાલ કરી રહ્યા છે.