Tue Aug 18 2026

Logo

અમેરિકન સ્ટાર કિમ કાર્દિશિયનની કંપનીની ભારતમાં એન્ટ્રી, મુંબઈ દિલ્હીમાં ખોલશે સ્ટોર્સ

California   2026-08-05 22:26:00
Author: Mumbai Samachar Team
Article Image

Kim Kardashian "SKIMS"


કૅલિફોર્નિયાઃ અમેરિકન રિયાલિટી શૉ સ્ટાર અને સ્ટાર્ટઅપ આઈકોન કિમ કાર્દાશિયનની માલિકીની શેપવેર બ્રાન્ડ SKIMS, ભારતીય બજારમાં એન્ટ્રી લેવા માટે તૈયાર છે. આ બ્રાન્ડે ભારતમાં તેના ઑપરેશન અને મેઈનટેનન્સ માટે રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડ (RBL)રીલાયન્સ રિટેલની મુખ્ય પેટાકંપની સાથે ભાગીદારી કરી લીધી છે. આ ભાગીદારી હેઠળ SKIMS સૌપ્રથમ દિલ્હી અને મુંબઈમાં સ્ટોર્સ ખોલશે, ત્યારબાદ અન્ય સ્ટોર્સ અને ઓનલાઈન વેચાણ બંને સાથે અન્ય શહેરોમાં એક્સપાન્સન કરશે. સ્કિમ્સના ખાસ તો મહિલાઓ માટેના ઈનરવેર ખૂબ જાણીતા છે. આ એક ઈન્ટરનેશનલ ઈનરવેર બ્રાંડ છે. જે મહિલાઓ માટે ખાસ પ્રકારના ઈનરવેર ડીઝાઈન કરે છે. 

શૉપનું મોટું એક્સપાન્સન
આ ભાગીદારી બાદ રીલાયન્સ બ્રાન્ડ્સ ભારતમાં SKIMS ના ઓફલાઇન સ્ટોર્સ અને ઓનલાઇન બિઝનેસ બંનેનું ઑપરેશન યુનિટ સંભાળશે. આ પહેલીવાર બની રહ્યું છે જ્યારે  SKIMS સત્તાવાર રીતે ભારતીય માર્કેટમાં ઉત્પાદનોનું વેચાણ કરશે. SKIMS હાલમાં વિશ્વભરના ઘણા દેશોમાં તેની સેલિંગ અને આઉટલેટની બ્રાંડ શૉપને એક્સપાન કરી રહી છે. આ યાદીમાં હવે ભારતનું નામ પણ જોડાઈ ગયું છે. કંપનીએ તાજેતરમાં લંડન અને દુબઈમાં નવા સ્ટોર્સ ખોલ્યા છે, જેમાં હોંગકોંગ અને સિઓલમાં પણ ટૂંક સમયમાં લૉંચ થશે. કંપનીએ ભારતને તેના મુખ્ય આંતરરાષ્ટ્રીય એક્સપાન્સનનો મુખ્ય ભાગ ગણીને રોકાણ કર્યું છે. આ કંપની વર્ષ 2019માં શરૂ થઈ હતી. કિમ અને જેંસ ગ્રેડે મળીને શરૂ કરી હતી. શરૂઆતમાં તેનું ફોક્સ મહિલાઓના અંડરગ્રામેન્ટ પર હતું.શેપવિયર અને લાઉંજવિયર માટે બ્રાંડ જાણીતી બની હતી. એ પછી પુરૂષો માટે પણ કપડાંની બ્રાંડ બનાવી NikeSKIMSના નવા સાહસથી અન્ય પ્રોજેક્ટ શરૂ કર્યા. 

કંપનીનો મત
કંપનીનું એવું કહેવું છે કે, બેસ્ટ ફિટિંગ્સ, આરામ દાયક અનુભવ અને શરીરની સ્કિન અનુસાર કપડાં ડીઝાઈન કરવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં પ્રીમિયમ અને આંતરરાષ્ટ્રીય ફેશન બ્રાન્ડ્સની માંગમાં વધારો થયો છે. વધતી આવક, વૈશ્વિક ફેશન પ્રત્યેનું આકર્ષણ અને આરામદાયક છતાં સ્ટાઇલિશ કપડાં પ્રત્યે વધતી પસંદગીને કારણે, ઘણી વિદેશી બ્રાન્ડ્સ ભારતીય બજારમાં રોકાણ કરી રહી છે. SKIMS આ તકનો લાભ લેવાનું લક્ષ્ય રાખે છે. લાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના ડિરેક્ટર ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે, એ આરામદાયક અને સ્ટાઇલિશ કપડાં કેવા હોવા જોઈએ તે અંગે વૈશ્વિક કેટલીક માન્યતાઓને બદલે છે. આ બ્રાન્ડ ભારતની નવી પેઢીની પસંદગીઓ સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે, જેઓ ફેશન અને આરામનું કોમ્બિનેશ પુરૂ પાડે છે. 

લાંબાગાળાનું પ્લાનિંગ
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે રિલાયન્સ SKIMS ને લાંબા ગાળા માટે ભારતમાં એક મજબૂત બ્રાન્ડ તરીકે સ્થાપિત કરશે. SKIMS ના સહ-સ્થાપક અને ચીફ ક્રિએટિવ સ્થાપક કિમ કાર્દાશિયને જણાવ્યું હતું કે, તેના સત્તાવાર લોન્ચ પહેલા ભારતીય લોકોમાં બ્રાન્ડમાં નોંધપાત્ર રસ જોવા મળ્યો છે. કંપનીનું મિશન એવા કપડાં પૂરા પાડવાનું છે જે દરેકને આરામદાયક અને આત્મવિશ્વાસ અનુભવે. કંપની હવે ભારતીય ગ્રાહકોને તેના સ્ટોર્સમાં આવકારવા માટે ઉત્સાહિત છે.