Tue Aug 25 2026

Logo

જાપાનમાં 6.7 તીવ્રતાનો ભૂકંપ, જાનમાલનું કોઇ નુકસાન નહિ

Tokyo   2026-05-15 22:12:31
Author: Chandrakant Kanoja
જાપાનમાં 6.7 તીવ્રતાનો ભૂકંપ, જાનમાલનું કોઇ નુકસાન નહિ

ટોક્યો: જાપાનમાં આજે ભૂકંપનો શકિતશાળી આંચકો નોંધાયો છે. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. જેનું કેન્દ્રબિંદુ ઉત્તર જાપાનના દરિયા કિનારાથી 50 કિલોમીટરની ઉંડાઈએ નોંધાયું હતું. ભૂકંપનો આંચકો આવતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. 

જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નહિ 

આ અંગે મળતી માહિતી મુજબ  ભૂકંપને લીધે સાવચેતીના ભાગરૂપે  ઘણા વિસ્તારોમાં ટ્રેન સેવાઓ કામચલાઉ ધોરણે સ્થગિત કરવામાં આવી હતી. હાલમાં સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી અને જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી.

હાઇ-સ્પીડ રેલ્વે સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી

ભૂકંપના લીધે  સરકારે પાંચ પ્રાંતના રહેવાસીઓ માટે કટોકટીની ચેતવણીઓ જાહેર કરી છે. જાપાની અધિકારીઓએ શુક્રવારના ભૂકંપને 1 થી 7 ની તીવ્રતાના સ્કેલ પર પાંચમા સ્તરના ભૂકંપ તરીકે વર્ગીકૃત કર્યો છે. ભૂકંપ બાદ ટોક્યો અને શિન-આઓમોરી સ્ટેશનો વચ્ચે ચાલતી હાઇ-સ્પીડ રેલ્વે સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી.