Tue Jul 28 2026

Logo

ચાર વખત ફિફા ચૅમ્પિયન બનેલા ઇટલી માટે આજે નિર્ણાયક દિવસઃ 2026નો વર્લ્ડ કપ રમી શકશે?

zenica   2026-03-31 16:09:29
Author: Ajay Motiwala
Article Image

FIFA 2026 World Cup


ઝેનિકા (બોસ્નિયા): ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપમાં ચાર વખત ટાઇટલ જીતનાર ઇટલી (ITALY)ની ટીમ માટે આજનો દિવસ નિર્ણાયક છે, કારણકે જો આજે (ભારતીય સમય મુજબ મધરાત બાદ 12.15 વાગ્યે) બોસ્નિયા ઍન્ડ હર્ઝેગોવિના સામેની પ્લે-ઑફની મૅચમાં ઇટલી હારી જશે તો ત્રણ મહિના પછી રમાનારા ફિફા વર્લ્ડ કપમાં તે ભાગ નહીં લઈ શકે. ઇટલી પાછલા બન્ને વર્લ્ડ કપ નહોતું રમી શક્યું અને આ વખતની પ્લે-ઑફ પણ ગુમાવશે તો ફિફા વર્લ્ડ કપની પહેલાં જ બાકાત થવાની હૅટ-ટ્રિક નોંધાવશે.

ઇટલી આ અગાઉ 2018માં અને 2022માં ફિફા (FIFA) વર્લ્ડ કપમાં પ્રવેશ નહોતું કરી શક્યું. એ બન્ને વર્ષની પ્લે-ઑફમાં ઇટલીને અનુક્રમે સ્વિડન અને નૉર્થ મેસડૉનિયાની ટીમે ઇટલીને પરાજિત કરી હતી. હવે 12 વર્ષે ઇટલીને વર્લ્ડ કપમાં પુનઃપ્રવેશ કરવાનો ફરી મોકો મળ્યો છે. અઝુરી તરીકે ઓળખાતી ઇટલીની ટીમ છેલ્લે 2006માં ટાઇટલ જીતી હતી.

ગયા અઠવાડિયે વર્લ્ડ કપ માટેની યુરોપિયન સેમિ ફાઇનલમાં ઇટલીએ નૉર્ધર્ન આયરલૅન્ડને 2-0થી હરાવ્યું હતું, જ્યારે બોસ્નિયા (BOSNIA)એ વેલ્સને પેનલ્ટી શૂટઆઉટમાં પરાજિત કર્યું હતું.આજની બીજી પ્લે-ઑફ મૅચો આ મુજબ છેઃ સ્વિડન વિરુદ્ધ પોલૅન્ડ, કૉસોવો વિરુદ્ધ ટર્કી, ચેક રિપબ્લિક વિરુદ્ધ ડેન્માર્ક. આ તમામ મૅચો ભારતીય સમય મુજબ મધરાત બાદ 12.15 વાગ્યે શરૂ થશે.