Mon Sep 28 2026

Logo

ઈસરોનું 'ખાનગીકરણ' નહીં થાય: ચેરમેન વી. નારાયણે કર્મચારીઓની ચિંતા દૂર કરી

2026-09-07 18:10:00
Author: Mumbai Samachar Team
ઈસરોનું 'ખાનગીકરણ' નહીં થાય: ચેરમેન વી. નારાયણે કર્મચારીઓની ચિંતા દૂર કરી

દેશની વધતી જરૂરિયાતો પૂરી કરવા ખાનગી ક્ષેત્રની ભાગીદારી જરૂરી, પણ તમામ મહત્વના ડીપ સ્પેસ મિશન ઈસરો પાસે જ રહેશે

નવી દિલ્હીઃ ઈસરોના ખાનગીકરણ મુદ્દે વિવિધ અટકળો વચ્ચે ઈસરોના ચેરમેન વી. નારાયણને કહ્યું હતું કે ઈસરોના કર્મચારીઓ પોતાની રોજગારી અને ભવિષ્યને લઈ કોઈ ચિંતા કરવાની જરુરિયાત નથી. ખાનગી પ્લેયર્સની ભૂમિકાનો ઉદ્દેશ ફક્ત દેશના અંતરિક્ષ ક્ષેત્રની ક્ષમતાઓનો વિસ્તાર કરવાનો છે અને ખાનગી ક્ષેત્રોની મદદ કરવાની સાથે સાથે તમામ મહત્ત્વના ડીપ સ્પેસ પ્રક્ષેપણ ઇસરોની પાસે જ રહેશે.

ઈસરોના ચેરમેને કહ્યું હતું કે આપણો સ્પેસ પ્રોગ્રામ 64 વર્ષ જૂનો છે. અત્યારે આપણે પાસે અંતરિક્ષમાં 56 સ્પેસ એજન્ટ્સ છે, જે દેશની સામાન્ય લોકોની સેવા કરે છે, પરંતુ આપણને એની મોટી સંખ્યામાં જરુરિયાત છે. સ્પેસ સેક્ટરમાં વિવિધ સુધારા છ વર્ષ પહેલા શરુ કર્યાં હતા અને મૂળ ઉદ્દેશ પણ સ્પેસ ઈકોસિસ્ટમ વધારવાની છે. વાસ્તવમાં જ્યારે કોઈ પીએસએલવી અથવા જીએસએલવી લોન્ચ હોય છે તો એવું વિચારશો નહીં કે ઈસરોમાં કરવામાં આવે છે. લગભગ 80 ટકા બજેટ ભારતીય ઉદ્યોગોમાં લગાવવામાં આવે છે.

તેમણે કહ્યું કે 450 ઉદ્યોગ આપણા માટે કામ કરે છે. અત્યારે આપણે એવી સ્થિતિમાં છીએ, જેમાં ધીમે ધીમે મારા મિત્રોને જે કોઈ ચિંતા છે એ યોગ્ય છે અને એને દૂર કરવાની પણ જવાબદારી અમારી છે, પરંતુ વાત એક વાત મહત્ત્વની કે હવે દેશની જરુરિયાત દર વર્ષે લગભગ 60 લોન્ચ વ્હિકલ્સની છે અને એમાં આગળ વધવાનું છે.
 

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)નું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું નથી અને કર્મચારીઓને વિશ્વાસ આપતા કહ્યું હતું કે અંતરિક્ષ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓની વધતી ભાગીદારીને લઈ જે પણ ચિંતા છે સરકાર અને ઈસરોને લઈ એનો ઉકેલ લાવવામાં આવશે. બેંગ્લુરુ સ્પેસ એક્સપોમાં ઉપસ્થિત ઈસરોના ચેરમેને મહત્ત્વની વાત જણાવી હતી.

ઈસરોમાં અમુક કર્મચારીઓને ખાનગીકરણને લઈ ચિંતા ઊભી થઈ છે અને તેમનું કહેવું છે કે સરકારની અંતરિક્ષ નીતિને લઈ સ્પષ્ટ વલણ હોવું જોઈએ. કર્મચારીઓએ સરકાર પાસેથી પણ સત્તાવાર સ્પષ્ટીકરણ માગ્યું હતું અને તેના અંગે જાણવા માગે છે કે ભવિષ્યમાં ઈસરોની શું ભૂમિકા હશે. 

ચોથી સપ્ટેમ્બરના ઈસરોના નવ કર્મચારી સંગઠને અધ્યક્ષ વી. નારાયણને પત્ર લખ્યો હતો અને પ્રોડ્ક્શન અને કામકાજ સંબંધી અમુક કામકાજ ખાનગી કંપનીઓને આપવા અંગે સ્પષ્ટતા માગી છે. કર્મચારી સંગઠનોએ ઈન-સ્પેસ IN-SPACEના ચેરમેન પવન ગોયન્કાના 21 ઓગસ્ટના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો છે. ગોયનકાની એ વાત પછી કર્મચારીઓએ પણ ખાનગીકરણને લઈ ચિંતા વ્યક્ત કરી હતી.