Tue Sep 08 2026

Logo

ઈરાન-અમેરિકા બાદ હવે ઇઝરાયલ અને લેબનોન વચ્ચે થશે યુદ્ધ વિરામ? 14 એપ્રિલે બેઠકની શક્યતા

Jerusalem   2026-04-11 12:36:00
Author: Vimal Prajapati
ઈરાન-અમેરિકા બાદ હવે ઇઝરાયલ અને લેબનોન વચ્ચે થશે યુદ્ધ વિરામ? 14 એપ્રિલે બેઠકની શક્યતા

જેરૂસલેમઃ અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણાની વાતો ચાલી રહી છે. આ બંને દેશો યુદ્ધને શાંત કરવા માટે માત્ર પ્રયત્નો કરી રહ્યાં છે તેવામાં એક બીજા સમાચાર મળ્યાં છે કે, ઈઝારયલ અને લેબનોન વચ્ચે પણ યુદ્ધ વિરામ થઈ શકે તેમ છે. લાંબા વિરામ બાદ ઇઝરાયલ અને લેબનોન વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત થયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ બંને દેશો હવે આગામી 14 એપ્રિલે વોશિંગ્ટનમાં રૂબરૂ બેઠક પણ કરવાના છે. મહત્વની વાત એ છે કે, આ બેઠકમાં યુનાઇટેડ સ્ટેટ્સ મધ્યસ્થીની ભૂમિકા ભજવશે, અને મુખ્ય એજન્ડા યુદ્ધવિરામ સ્થાપિત કરવાનો રહેશે.

ઈઝારયલ અને લેબનોન વચ્ચે ટેલિફોનિક વાત થઈ

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અત્યારે ઈઝારયલ અને લેબનોનના રાજદૂતો વચ્ચે ટેલિફોનિક વાત થઈ છે, જે અમેરિકાએ કરાવી હોવાનું જાણવા મળ્યું છે. કારણ કે, આ વાતચીત દરમિયાન અમેરિકા પણ સામેલ હતું. શક્યતાઓ છે કે, યુદ્ધના કારણે બંને પક્ષે મોટા પ્રમાણમાં નુકસાન થાય છે તેના પગલે હવે શાંતિ સ્થપાય તેવી આશા છે. જો કે, આ યુદ્ધ વિરામ થશે તો તે કેટલીક શરતોને આધિન હશે તેવું પણ લાગી રહ્યું છે. 

ઈઝારયલ અને લેબનોન  વચ્ચે કોઈ રાજદ્વારી સંબંધો નથી

મહત્વની વાત એ છે કે, ઈઝારયલ અને લેબનોન બંને દેશો એકબીજાને પોતાના દુશ્મન માને છે. તેમની વચ્ચે કોઈ ઔપચારિક રાજદ્વારી સંબંધો નથી. એટલા માટે આ મામલો વધારે વિવાસ્પદ બને તેવું પણ લાગી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 14 એપ્રિલે યોજાનારી આ બેઠક વોશિંગ્ટનમાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ ખાતે યોજાશે. આ બેઠક દરમિયાન, બંને દેશોના પ્રતિનિધિઓ યુદ્ધવિરામ માટે માળખું સ્થાપિત કરવા અને ભવિષ્યની વાટાઘાટો માટે માર્ગ નક્કી કરવા અંગે ચર્ચા કરશે.