Thu Oct 01 2026

Logo

બિગ બોસ 20માં એન્ટ્રી પહેલાં ઈશા રિખીએ લખ્યું કંઈક એવું કે જૂના સંબંધોની ચર્ચા ફરી શરૂ થઈ

2026-09-08 22:55:28
Author: Mumbai Samachar Team
બિગ બોસ 20માં એન્ટ્રી પહેલાં ઈશા રિખીએ લખ્યું કંઈક એવું કે જૂના સંબંધોની ચર્ચા ફરી શરૂ થઈ

પંજાબી એક્ટ્રેસ ઈશા રિખી છેલ્લા કેટલાક દિવસોથી પોતાના અંગત જીવન અને 'બિગ બોસ 20' માં એન્ટ્રીને કારણે ચર્ચામાં છે. બાદશાહ સાથેની રિલેશનશીપથી લઈને સંતાનના જન્મ સુધીની વાત શૅર કર્યા બાદ અને ફરી લગ્નને લઈને ચર્ચાનું ખંડન કર્યા બાદ ઈશાને ફેન્સ સલામ કરી રહ્યા છે.  હિન્દી અને પંજાબી સિનેમામાં કામ કરી ચૂકેલી ઈશાએ રેપર બાદશાહ સાથેના પોતાના સંબંધ અને અલગ થવા અંગે પહેલીવાર જાહેરમાં વાત કરી હતી.  ઈશા રિખીએ અગાઉ સોશિયલ મીડિયા પર એવા ક્રિપ્ટિક મેસેજ શેર કર્યા હતા, જેને તેમના જીવનના મુશ્કેલ સમય સાથે જોડવામાં આવ્યા હતા. તેમના કેટલાક મેસેજમાં પોતાની જિંદગીમાં પોતાની ભૂમિકા અને શાંતિ જાળવવા અંગેના અપીલ કરતી વાત સામે આવી હતી.

તમાશો ન બનવા દીધો એટલે ન કહી વાત
આ પોસ્ટ્સ બાદ એવી ચર્ચા શરૂ થઈ કે શું તેમણે પ્રેમ અને અંગત સંબંધને કારણે પોતાની કરિયર પર પૂરતું ધ્યાન આપ્યું નહોતું. જોકે, સોશિયલ મીડિયા પોસ્ટ્સને આધારે તેમની અંગત પરિસ્થિતિ અંગે ચોક્કસ વાત કહેવી અયોગ્ય છે. ઈશા અને રેપર બાદશાહના સંબંધની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી હતી. 2026માં તેમના લગ્નની તસવીરો સામે આવ્યા બાદ આ સંબંધને લઈને મીડિયા રસ વધ્યો હતો. ત્યારબાદ બંને અલગ થઈ ગયા હોવાની પુષ્ટિ થઈ અને ઈશાએ પોતાના અંગત જીવનને ‘તમાશો’ ન બનાવવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી. સોશિયલ મીડિયા ઉપર જ ઈશા એવી સ્પષ્ટતા કરી ચૂકી છે કે, અમારી રિલેશનશિપને લઈને ખોટો તમાશો ન બને એ માટે કેટલીક વાત પર જવાબ દેવાનું ટાળ્યું હતું. હકીકત એવી પણ છે કે, આ પછી બાદશાહે બીજા લગ્ન કરી લીધા હતા જે લગ્ન પણ માત્ર પાંચ જ મહિના ટક્યા હતા. 

Bigg Boss 20

ઈશાનું વલણ શૉમાં બદલાયું
બિગ બોસ શૉ પોતાની ઓળખને અંગત સંબંધોથી અલગ રીતે દર્શાવવાની તક પણ બની રહ્યો છે. ઈશાએ શોમાં પોતાની જિંદગી, ભૂતકાળ અને ભવિષ્ય અંગે ખુલ્લેઆમ વાત કરવાનું શરૂ કર્યું છે.ઘરમાં નવી લવ સ્ટોરી બનવાની શક્યતાઓ અંગે પૂછવામાં આવતા ઈશાએ સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. તેમણે કહ્યું કે શોમાં કોઈ વ્યક્તિ સાથે રોમેન્ટિક સંબંધ બનાવવાનો તેમનો ઈરાદો નથી અને જો એવી પરિસ્થિતિ ઊભી થશે તો તેઓ તેને ભાઈ તરીકે સ્વીકારીને રાખડી બાંધવાનું પસંદ કરશે. હવે ચર્ચા એવી છે કે, શૉમાંથી જ તે કોઈને પોતાનો ભાઈ બનાવી શકે છે. હકીકતમાં તે ભાઈ તરીકે વર્તે છે કે નહીં એ અંગે પણ યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે. કારણ કે, એક્ટ્રેસે આ પહેલા પણ કહ્યું હતું કે, હાલમાં બીજા લગ્નનો કોઈ ઈરાદો નથી. પણ એવું બિલકુલ નથી કે પ્રેમ પરથી વિશ્વાસ ઊઠી ગયો છે.

ફેન્સને કઈ નવું જાણવા મળી શકે
ઘરમાં નવી લવ સ્ટોરી બનવાની શક્યતાઓ અંગે પૂછવામાં આવતા ઈશાએ સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. તેમણે કહ્યું કે શોમાં કોઈ વ્યક્તિ સાથે રોમેન્ટિક સંબંધ બનાવવાનો તેમનો ઈરાદો નથી અને જો એવી પરિસ્થિતિ ઊભી થશે તો તેઓ તેને ભાઈ તરીકે સ્વીકારીને રાખડી બાંધવાનું પસંદ કરશે. હાલ ઈશા રિખી માટે સૌથી મહત્વપૂર્ણ બાબત પોતાની અલગ ઓળખ બનાવવાની છે. બાદશાહ સાથેના સંબંધ અને ત્યારબાદ થયેલા અલગાવને કારણે તેમનું અંગત જીવન સતત ચર્ચામાં રહ્યું છે, પરંતુ ‘બિગ બોસ 20’માં તેઓ પોતાના વ્યક્તિત્વ અને કરિયર પર ફોકસ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેથી આગામી એપિસોડ્સમાં ઈશા પોતાના ભૂતકાળ વિશે કેટલું ખુલાસો કરે છે એના પર સૌની નજર રહેલી છે.