Sun Aug 30 2026

Logo

ઈરાનની ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી, કહ્યું અમને ખતમ કરતા કરતા પોતાનો અંત ના આવી જાય...

tehran   2026-03-10 18:26:52
Author: Chandrakant Kanoja
ઈરાનની ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી, કહ્યું અમને ખતમ કરતા કરતા પોતાનો અંત ના આવી જાય...

તહેરાન: ઈરાન અને અમેરિકા વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં હવે મિસાઈલ અને ડ્રોન એટેક બાદ શાબ્દિક યુદ્ધ પણ વધ્યું છે. જેમાં ઈરાની સેનાના ટોચના અધિકારીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે એવું ના થાય કે અમને ખતમ કરવાના ઉન્માદના તમારો અંત ના આવી જાય. અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાની ઠેકાણાઓ પર હુમલા અને ઈરાનની બદલાની કાર્યવાહી બાદ આ ક્ષેત્રમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ઈરાને કહ્યું છે કે જો અમેરિકા હુમલાઓ ચાલુ રાખશે તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે.

અમેરિકા જોરદાર હુમલો કરશે 

આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે  કહ્યું હતું કે ઈરાન સામે યુદ્ધ ઝડપથી સમાપ્ત થઈ શકે છે.  પરંતુ તેમણે ચેતવણી પણ આપી હતી કે જો ઈરાન  વૈશ્વિક ક્રુડ ઓઈલ  પુરવઠામાં વિક્ષેપ પાડશે  તો યુદ્ધ લાંબુ ચાલશે.  ટ્રમ્પે મિયામી નજીક પોતાના ગોલ્ફ ક્લબમાં રિપબ્લિકન સાંસદોને કહ્યું, "અમે થોડા સમય માટે પશ્ચિમ એશિયામાં હતા અને મને આશા છે કે આ બધું ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે. આ નિવેદન આપ્યાના કલાકો પછી, ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ક્રુડ ઓઈલના પુરવઠાને રોકવા માટે કોઈ કાર્યવાહી કરશે. તો અમેરિકા જોરદાર હુમલો કરશે.

ઈરાને કહ્યું અમેરિકા સાથે વાટાઘાટોનો અનુભવ  કડવો

આ પૂર્વે  ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ કહ્યું હતું કે અમેરિકા સાથે વાટાઘાટોનો અનુભવ  કડવો રહ્યો છે અને તેમની સાથે રાજદ્વારી વાટાઘાટો નવેસરથી શરૂ થવાની કોઈ શક્યતા નથી. અરાઘચીએ વારંવાર અમેરિકા પર વિશ્વાસઘાત અને લશ્કરી આક્રમણનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું, મને નથી લાગતું કે અમેરિકનો સાથે વાતચીત કે વાટાઘાટોનો પ્રશ્ન હવે એજન્ડામાં હશે. આ અનુભવ અમારા માટે ખૂબ જ કડવો રહ્યો છે.