Sun Apr 12 2026

Logo

ઈરાન સુપ્રીમોનું એલાન, પાંચ વર્ષ સુધી યુદ્ધ લડવા માટે તૈયાર છીએ

Tehran   2026-03-14 20:31:40
Author: Mumbai Samachar Team
Article Image

તહેરાનઃ અમેરિકાના રાષ્ટ્રપિત ડૉનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે, ઈરાન વાતચીત કરવા માગે છે આ દાવાને ઈરાને ફગાવી દીધો છે. ઈરાનના સુપ્રીમો અબ્દુલ મજીદ હકીમ ઈલાહીએ દાવાને ફગાવતા કહ્યું હતું કે, ઈરાન પાંચ વર્ષ સુધી યુદ્ધ યથાવત રાખી શકે છે. અમેરિકાએ વાતચીતની વચ્ચે જ ઈરાન પર નિશાન સાધ્યું અને હુમલો કરી દીધો હતો. ઈરાન એ સમયે પણ અમેરિકા સાથે વાતચીત કરવા માટે તૈયાર ન હતો કારણ કે, આ યુદ્ધની શરૂઆત અમેરિકાએ જ કરી હતી. 

લાંબા સમય સુધી યુદ્ધ લડવા તૈયાર

બે વખત અમેરિકા સાથે અમે વાતચીત કરવાના પ્રયાસ કર્યા હતા. પણ અમેરિકાએ હુમલો કરી દીધો હતો. ઈરાનને અમેરિકા નિશાન બનાવી રહ્યું છે. પણ ઈરાન કોઈપણ દુશ્મન સામે ઝુકશે નહીં. જરૂર લાગશે તો આ યુદ્ધ લાંબા સમય સુધી પણ યથાવત રાખવામાં આવશે. ઈરાન પાસે લાંબા સમય સુધી યુદ્ધ ચાલું કેવી રીતે રાખવું એનો પૂરતો અનુભવ છે.

અમેરિકા સાથેના આ યુદ્ધની કોઈ સમય સીમાનો ખ્યાલ નથી પણ ઈરાન આ યુદ્ધના અંત સુધી, પાંચ વર્ષ સુધી યથાવત રાખી શકે છે. ઈરાન અને ઈરાક વચ્ચે આઠ વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું હતું. આઠ વર્ષો આ અનુભવ છે. ઈરાનના દરેક શહેરમાં દરેક રસ્તા પર લોકો તૈયાર છે. તેઓ પણ જવાબી હુમલો કરવાની માગ કરી રહ્યા છે. આ પ્રજા પોતાનું લોહી નદીમાં વહેતું કરવા તૈયાર છે પણ જમીન આપવા માટે તૈયાર નથી. 

વૈશ્વિક સ્તરે લોકોને પરેશાન કરશે

મિડલ ઈસ્ટમાં તણાવ ન થાય એવા અમારા પૂરતા પ્રયાસો હતા. પાડોશી દેશને પણ પશ્ચિમ એશિયામાં યુદ્ધ રોકવા માટે મદદ કરવા આગ્રહ કર્યો હતો. આ દેશોએ પણ કહ્યું હતું કે, અમે યુદ્ધ નથી ઈચ્છતા. આ વિસ્તારમાં યુદ્ધ ન થાય એવા ઘણાય પ્રયાસ કર્યા.પાડોશી રાષ્ટ્રને પણ એલર્ટ કર્યા. કારણ કે, હવે આ વિસ્તાર યુદ્ધ સહન કરી શકે એમ નથી.

આ યુદ્ધ માત્ર ઈરાનના લોકોને જ નહીં પણ વૈશ્વિક સ્તરે લોકોને પણ પરેશાન કરી રહ્યું છે. વૈશ્વિક ચિંતાઓ વધી રહી છે. ક્રૂડ ઓઈલની કિંમત અને વ્યાપક આર્થિક અસરને કારણે દુનિયાના બધા દેશ તણાવમાં છે. હોર્મુઝ દુનિયાના તમામ દેશ માટે ક્રૂડ ઓઈલનો મહત્ત્વનો જળમાર્ગ છે. અહીં મિડલ ઈસ્ટમાં માહોલ ગરમાતા ક્રૂડ સર્વિસ, ગેસ અને અન્ય સપ્લાય પર અસર થઈ રહી છે.