Wed Sep 02 2026

Logo

ઈરાનની સત્તા કટ્ટરપંથી આઇઆરજીસીએ હસ્તક કરી હોવાના અહેવાલ

Tehran   2026-04-20 18:14:50
Author: Chandrakant Kanoja
ઈરાનની સત્તા કટ્ટરપંથી આઇઆરજીસીએ હસ્તક કરી હોવાના અહેવાલ

તહેરાન: ઇરાન અને અમેરિકા વચ્ચે સતત વધી રહેલા તણાવ વચ્ચે મહત્વના સમાચાર આવ્યા છે. જેમાં સૂત્રો દ્વારા માહિતી મળી છે કે ઈરાનની સત્તા હવે કટ્ટરપંથી ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)દ્વારા કબજે કરવામાં આવી છે.આ અંગે એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, આઇઆરજીસીએ દેશની લશ્કરી અને રાજદ્વારી નિર્ણય લેવાની પ્રક્રિયાઓ પર અસરકારક રીતે નિયંત્રણ મેળવ્યું છે.

હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ વધ્યો 

આ બદલાવ  સપ્તાહના અંતમાં થયો હતો. જેમાં આઇઆરજીસી કમાન્ડર અહમદ વાહિદી અને તેમના નજીકના સહયોગીઓએ મુખ્ય નેતૃત્વ ભૂમિકાઓ સંભાળી છે. હાલ  હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ ઝડપથી વધી રહ્યો છે  અને અમેરિકા સાથે વાટાઘાટો તૂટવાની આરે છે.

અબ્બાસ અરાકચીની જાહેરાતને પલટાવી દીધી 

જેમાં આઇઆરજીસીએ  વિદેશ પ્રધાન અબ્બાસ અરાકચી સહિત મોટાભાગના ઉદારવાદી નેતાઓને હાંસિયામાં ધકેલી દીધા છે. જેમાં વિદેશ પ્રધાન અબ્બાસ અરાકચીએ ટ્રમ્પ વહીવટીતંત્ર સાથેની વાતચીતમાં હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાની જાહેરાત કરી હતી. જોકે, અહેવાલો અનુસાર  આઇઆરજીસીએ તેમના નિર્ણયને ઉલટાવી દીધો અને ભારપૂર્વક કહ્યું કે ઈરાની બંદરો પર અમેરિકન દબાણના લીધે હોર્મુઝ સ્ટ્રેટ બંધ રહેવું જોઈએ.

વાટાઘાટો ટીમમાં સામેલ કરવામાં આવ્યા  

આ ઉપરાંત અહેવાલો અનુસાર, ઈરાની નેતૃત્વમાં પણ મતભેદો ઉભા થયા છે. ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સેક્રેટરી મોહમ્મદ બાઘર જોલ્ઘાદરનો પ્રભાવ રાજદ્વારી પ્રયાસો સુધી પણ વિસ્તર્યો છે. આઇઆરજીસીના નિર્દેશો અને સુપ્રીમ લીડર મોજતબા ખામેનીના અધિકારનું પાલન સુનિશ્ચિત કરવા માટે આ મહિનાની શરૂઆતમાં તેમને ઈરાનની વાટાઘાટો  ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા.