Mon Jul 27 2026

Logo

શું ખરેખર થવાની છે ટ્રમ્પની હત્યા? ઇઝરાયેલનો સૌથી સીક્રેટ રિપોર્ટ લીક, અમેરિકા ટેન્શનમાં!

2026-07-10 08:50:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી: ઈરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે વધુ એક મોટો દાવો સામે આવ્યો છે. એક રિપોર્ટ મુજબ ઇઝરાયેલે અમેરિકાને ચેતવણી આપી છે કે ઈરાન, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું એક નવું ષડયંત્ર રચી રહ્યું છે. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને ફોન કર્યો છે અને ખાડી વિસ્તારમાં ચાલી રહેલી અમેરિકી સૈન્ય કાર્યવાહીની માહિતી આપી છે. સાથે જ તુર્કીને F-35 ફાઇટર જેટ વેચવાના અહેવાલથી ચિંતિત નેતન્યાહૂને ભરોસો અપાવવાનો પણ પ્રયાસ કર્યો.

મંગળવારે એર્દોગાને ઇઝરાયેલના એ દાવાને ખોટો ગણાવ્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે જો અમેરિકા તુર્કીને F-35 ફાઇટર જેટ અને તેના સ્પેરપાર્ટ્સ  વેચશે, તો તેનાથી આ ક્ષેત્રમાં શક્તિનું સંતુલન બગડી જશે. સોમવારે બેન્જામિન નેતન્યાહૂએ અમેરિકાને અપીલ  કરી હતી કે તે પોતાના નાટો સહયોગી તુર્કીને F-35 જેટ ન વેચે.

શું ઈરાને રચ્યું ટ્રમ્પની હત્યાનું ષડયંત્ર: ઇઝરાયેલનો દાવો

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ઇઝરાયેલે અમેરિકાને એક નવી ગુપ્ત માહિતી આપી છે. ઇઝરાયેલનો દાવો છે કે ઈરાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું એક નવું ષડયંત્ર રચી રહ્યું છે. જો આ દાવો સાચો સાબિત થશે, તો તેનાથી અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી લડાઈ વધુ ગંભીર બની શકે છે. ઉલ્લેખનીય છે કે ઈરાન વર્ષોથી ખુલ્લેઆમ કહેતું આવ્યું છે કે તે ડોનાલ્ડ ટ્રમ્પ પાસેથી બદલો લેશે.

ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે વાતચીત

ઇઝરાયેલની પીએમ ઓફિસે જણાવ્યું કે ગુરુવારે ડોનાલ્ડ ટ્રમ્પે બેન્જામિન નેતન્યાહૂને ખાડી વિસ્તારમાં અમેરિકાની સૈન્ય કાર્યવાહીની માહિતી આપી હતી. આ વાતચીત એવા સમયે થઈ જ્યારે ઈરાને અમેરિકા પર નવા હવાઈ હુમલા કરવાનો આરોપ લગાવ્યો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં નેતન્યાહૂની ઓફિસે જણાવ્યું કે બંને નેતાઓ વચ્ચે સતત સંપર્ક જળવાયેલો છે અને આ દરમિયાન ટ્રમ્પે ખાડી વિસ્તારમાં અમેરિકાની કાર્યવાહીની માહિતી આપી હતી.