તેહરાનઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી લડાઈમાં હવે હુમલા તો નહીં થાય પણ જેની સૌથી વધારે રાહ જોવાઈ રહી છે એ હોર્મુઝ સ્ટ્રેટ ઈરાન બંધ કરી દીધો છે. આ સમુદ્ર જળમાર્ગમાં અનેક જહાજ ફસાતા એશિયા સહિતના અનેક દેશની ચિંતા વધી ગઈ છે. ઈરાને સ્પષ્ટતા કરી છે કે, હોર્મુઝ સ્ટ્રેટ બંધ છે અને થોડો સમય બંધ રહેશે. સમુદ્રમાં રહેલા જહાજને સંદેશો આપવામાં આવ્યો છે કે, હોર્મુઝ સ્ટ્રેટ બંધ છે. મંજૂરી વગર જે પસાર થશે એમને ટાર્ગેટ કરીને તોડી પાડવામાં આવશે.
સીઝફાયર બાદ મોટું પગલું
ઈઝરાયલ દ્વારા સીઝફાયરના ઉલ્લંઘન બાદ આ પગલું લેવામાં આવ્યું છે, હવે યુરોપ સહિત બાકીના દેશમાં ક્રૂડ ઓઈલ અન ગેસની સપ્લાયમાં મોટો ઝટકો લાગી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર ઈઝરાયલે લેબનનમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. આ પછી ઈરાનની સેનાએ આ પગલું લીધું હતું. શિપિંગ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલના જહાજ સતત એવા મેસેજ આપી રહ્યા છે કે, હોર્મુઝ સ્ટ્રેટ બંધ છે. જહાજને સમયાંતરે ધમકી અપાઈ રહી છે. મંજૂરી વગર જહાજ પસાર થશે તો ટાર્ગેટ કરવામાં આવશે. ઈરાને ચેતવણી આપી હતી કે,હોર્મુઝમાંથી પસાર થવા માટે જહાજના માલિકો પાસેથી મંજૂરી લેવી પડશે.
મંજૂરી વગર જવા દેવામાં નહીં આવે
મંજૂરી વગર કોઈ જહાજને પસાર થવા દેવામાં નહીં આવે. મંજૂરી વગર જહાજ પાસ થશે તો હુમલો કરી દેવામાં આવશે. અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર બાદ પણ સમગ્ર મિડલ ઈસ્ટમાં માહોલ તણાવગ્રસ્ત છે. અખાતી દેશોની ચિંતામાં પણ વધારો થયો છે. બીજી તરફ ત્યાં રહેલા જહાજના નાવિકો પણ ટેન્શન વધી ગયું છે. અમેરિકાએ પૂરી તાકાત લગાવી દીધી પણ 40 દિવસ બાદ પણ હોર્મુઝ સ્ટ્રેટને લઈ ઈરાને નમતું જોખ્યું નથી. આખરે અમેરિકાએ સીઝફાયર જાહેર કર્યું જેના કારણે બંન્ને બાજુથી હુમલાઓ અટકી ગયા.
ટ્રમ્પનો ઈરાદો હોર્મુઝની પ્રાથમિકતા
ટ્રમ્પની પ્રાથમિકતા હતી કે, યુદ્ધના માહોલમાં તે હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવીને જ રહેશે પણ એવું થયું નથી. ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ જુદી છે અને વણસી રહી છે. હોર્મુઝને લઈ ઈરાને પોતાની કેટલીક શરતો મૂકી હતી, થોડા સમય માટે ખોલવાની જાહેરાત કરી હતી પણ પછી બંધ કરી દેવામાં આવ્યું. મંજૂરી લીધા બાદ પસાર થતા જહાજ પર કોઈ હુમલો થતો નથી અને એમને સરળથી ક્રોસ કરવા દેવામાં આવે છે. ઈરાને દાવો કર્યો હતો કે, હોર્મુઝમાંથી જહાજ પસાર થશે તો ટેક્સ વસુલવાનું ચાલું રાખશે. સૈન્યની ટુકડીઓ સમગ્ર રૂટ પર નજર રાખશે.
ગ્રાઉન્ડ રિપોર્ટ અલગ
ટ્રમ્પની ઈચ્છા પણ હોર્મુઝને કંટ્રોલ કરીને કર વસુલવાની હતી પણ ઈરાનને અધિકાર દેવાના બદલે અમેરિકાને ફાયદો કરાવવાનો ઈરાદો હતો. ગ્રાઉન્ડ રિપોર્ટ ત્યાં સુધી કહે છે કે, ખાડીમાં 2000 જેટલા જહાજ ફસાયા છે. નાવિકો ડરી રહ્યા છે. 2000થી વધારે નાવિકો દિવસ રાત અહીંયાથી પસાર થવા માટે ગણતરીઓ કરી રહ્યા છે.