નવી દિલ્હીઃ આઈપીએલ 2026 પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સે મિની ઓકશનમાં ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીન પર મોટો દાવ લગાવ્યો હતો. કેકેઆરે ગ્રીનને 25.20 કરોડમાં કરારબદ્ધ કર્યો હતો. કોલકાતાના ટીમ મેનેજમેન્ટને ગ્રીન બેટ અને બોલથી આ સીઝનમાં મહત્વની ભૂમિકા ભજવશે તેવી આશા હતી. જોકે અત્યાર સુધીમાં સીઝનની ત્રણ મેચમાં ગ્રીનનું પ્રદર્શન જે રીતે રહ્યું છે તે જોતાં કેકેઆરના મેનેજમેન્ટની આશા ઠગારી નીવડી છે. મેનેજમેન્ટને ગ્રીનને મોટી રકમમાં ખરીદીને ભૂલ કરી હોવાનું લાગી રહ્યું છે.
કેમરૂન ગ્રીન આ સીઝનમાં શરૂઆતના બંને મુકાબલામાં ઈજાના કારણે બોલિંગ કરી શક્યો નહોતો. બેટિંગમાં પણ તે નિષ્ળ ગયો હતો. આઈપીએલ 2026માં તે સતત ત્રીજા મુકાબલામાં કોઈ ખાસ કમાલ કરી શક્યો નહોતો. પંજાબ કિંગ્સ સામે તે માત્ર બે બોલ જ રમી શક્યો હતો. પ્રથમ બોલ પર ચોગ્ગો માર્યો હતો અને બીજા જ બોલ પર પેવેલિયન ભેગો થઈ ગયો હતો.
આઈપીએલ 2026માં ત્રણ મેચમાં માત્ર 24 રન
કેકેઆર આ સીઝનમાં પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ સામે રમ્યું હતું. તે મેચમાં ગ્રીને 18 રન બનાવ્યા હતા. હૈદરાબાદ સામેની મેચમાં ગ્રીન 2 રન બનાવીને આઉટ થયો હતો. પંજાબ કિંગ્સ સામે પણ માત્ર 4 રન બનાવ્યા હતા. આ સીઝનમાં તે ત્રણ મેચમાં માત્ર 24 રન જ બનાવી શક્યો છે.
There was a time Aussie dominated world Cricket 🥶
— Dilkesh (@Dilkesh1807) April 6, 2026
Australian player's condition has deteriorated so much that their only 3 players performing well in PSL & IPL
Cooper Connolly, Xavier Bartlet and Smith and other side Cameroon Green in KKRvPBKS 🤣🤯 pic.twitter.com/kTM813RUbY
કેમરૂન ગ્રીનનો આઈપીએલમાં કેવો છે દેખાવ
કેમરૂન ગ્રીન આઈપીએલમાં અત્યાર સુધીમાં 32 મેચ રમ્યો છે. આ દરમિયાન 31 ઈનિંગમાં 36.55ની સરેરાશથી 731 રન બનાવ્યા હતા. તે આઈપીએલમાં એક સદી અને બે અડધી સદી ફટકારી ચુક્યો છે.
કેમરુન ગ્રીન કેમ નથી કરતો બોલિંગ
કેમરૂન ગ્રીન બોલિંગ ન કરી શકવાન કારણે કોલકાતા નાઈટ રાઈડર્સના ટીમ કોમ્બિનેશન પર પણ અસર પડી છે અને ખુદ કેપ્ટન રહાણેએ પણ આ વાત સ્વીકારી છે. ક્રિકેક ઓસ્ટ્રેલિયાએ ગ્રીનને વર્કલોડ મેનેજમેન્ટના કારણે આઈપીએલ 2026ની શરૂઆતની મેચોમાં બોલિંગ કરતા રોક્યો છે. ગ્રીન કેટલા મુકાબલા બાદ બોલિંગ કરશે તે હજુ સ્પષ્ટ નથી.