Tue Sep 15 2026

Logo

Appleનો પહેલો Foldable iPhone Duo લોન્ચ, કિંમત સાંભળીને ચોંકી જશો!

California   2026-09-10 07:59:00
Author: Mumbai Samachar Team
Appleનો પહેલો Foldable iPhone Duo લોન્ચ, કિંમત સાંભળીને ચોંકી જશો!

કેલિફોર્નિયાઃ એપલ કંપનીનો નવો આઈફોન  iphone Duo ફોલ્ડેબલ લૉંચ થઈ ગયો છે. કંપનીના વાર્ષિક કાર્યક્રમમાં આ પ્રોડક્ટ લૉંચ કરવામાં આવી હતી. કંપનીના નવા CEO આવ્યા બાદ એમની પહેલી વાર્ષિક સભા પછી આ ફોન લૉંચ કરવામાં આવ્યો છે. ફેસઆઈડીની જગ્યાએ ટચઆઈડી અને ઈનર ડિસપ્લેમાં કેમેરા ફિચર આપવામાં આવ્યું છે. 16 ઑક્ટોબરથી આ ફોન વેચાણ માટે માર્કેટમાં આવશે. 16 ઑક્ટોબરથી જ આનું પ્રિ-બુકિંગ શરૂ થશે અને લોકો સુધી પછી પહોંચશે. ફોલ્ડેબલ સ્માર્ટફોનની દુનિયામાં આ કંપનીનું પહેલું અને મોટું સાહસ છે. ખાસ કરીને સિક્યોરિટી અને સ્માર્ટ કેમેરા ફિચરમાં આઈફોનનો વિકલ્પ મળે એમ નથી ત્યારે આ ફોન એક માઈલસ્ટોન ઊભો કરશે એવું માનવામાં આવે છે. 

કેટલામાં મળશે નવો ફોન?
 iphone Duo નામથી પહેલો ફોલ્ડેબલ ફોન માર્કેટમાં આવતા થોડો સમય થશે. આ માટે પહેલા પ્રિ-બુકિંગ કરાવવું પડશે. આ પછી ફોન માર્કેટમાં આવશે. આ ફોનની કિંમત આશરે 3 લાખ રૂપિયા હોઈ શકે છે. જ્યારે ફોનના ટોપ વેરિયંટની કિંમત 4 લાખ સુધીની રહી શકે છે. એપલની કુલ પ્રીમિયમ પ્રોડક્ટ કરતા આ ફોનનો ભાવ સૌથી વધારે હોવાનું માનવામાં આવે છે. આનાથી મોબાઈલ બનાવતી અન્ય કંપનીઓમાં હરિફાઈ વધી જશે.  iphone Duo માં A20 pro ચીપસેટ આપવામાં આવી છે, જે TSMC એડવાન્સ 2એમએમ પ્રોસેસર પર તૈયાર થઈ છે. આ ફોનમાં કુલ  ચાર કેમેરા આપવામાં આવ્યા છે, સામાન્ય રીતે  iphone માં ત્રણ કેમેરા આપવામાં આવે છે. આ વખતે કંપનીએ નવા ફોનમાં કુલ ચાર કેમેરા આપ્યા છે. 

20 જ મિનિટમાં મોબાઈલ ચાર્જ
 iphone Duo 256જીબી મોડલનો ભાવ ₹299,900 રાખવામાં આવ્યો છે. જ્યારે 512જીબી મોડલની કિંમત ₹324,900 રાખવામાં આવી છે. જ્યારે 1ટીબીની કિંમત ₹374,900 રાખવામાં આવી છે. જ્યારે 2 ટીબીની કિંમત 444,900 સુધીની હોઈ શકે છે. 16 ઑક્ટોબરે સાંજે સાડા પાંચ વાગ્યા બાદ આ ફોન માટેના બુકિંગ શરૂ થશે.  iphone Duoમાં 7 ઈંચની સુપર રેટિના XDR ફોલ્ડિંગ ડિસપ્લે આપવામાં આવી છે. બાહરની તરફ 5.4 ઈંચની ડિસપ્લે આપવામાં આવી છે. Super Retina XDR માં 120Hz રિફ્રેશ રેટ ધરાવતું આઉટર ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. તેની એક નોંધપાત્ર વિશેષતા ઇનર સ્ક્રીન પરનો કેમેરા છે, જે 'અંડર-ડિસ્પ્લે ફેસટાઇમ કેમેરા' (under-display FaceTime camera) છે. તે બહારથી દેખાતો નથી અને માત્ર જરૂર પડે ત્યારે જ સામે આવે છે. એપલે 'Duo' ને તેના સૌથી પાવરફૂલ આઇફોન પ્રોસેસરથી સજ્જ છે. બેટરીની વાત કરીએ તો, કંપનીનો દાવો છે કે તે 20 મિનિટમાં 50% સુધી ચાર્જ થઈ શકે છે. 

ભારતમાં આવતા એક મહિનાની વાર
ફોનનું વેચાણ હજું સુધી શરૂ થયું નથી. માત્ર ફોનને લૉંચ કરવામાં આવ્યો છે. ભારતમાં આ ફોનની ડિલેવરી 23 ઑક્ટોબરથી શરૂ થવાની છે. આ ફોનની સીધી ટક્કર સેમસંગના ફોલ્ડેબલ ફોન સાથે થવાની છે. હકીકત એ પણ છે કે, સ્માર્ટફોનની દુનિયામાં સેમસંગે ફોલ્ડેબલ ફોનની શરૂઆત કરી હતી.  વિદેશમાં અને ભારતમાં નવા ફોનની કિંમતને લઈને મોટું અંતર છે. ખાસ કરીને અમેરિકા અને દુબઈમાં પ્રાઈસ રેટમાં મોટો તફાવત છે. સૌથી મોટી અને ખાસ વાત એ છે કે, ફોનમાં એપ્લ ઈન્ટેલિજન્સ અને એડવાન્સ સિરી એઆઈ આપવામાં આવ્યું છે. જે વોઈસનોટ પર કામ કરે છે. આ ઉપરાંત સ્મૂથ ટચથી ફોન બાકીના ફોન કરતા અલગ પડે છે. ફ્રન્ટ કેમેરામાં અંડર ડિસપ્લે ફેસટાઈમ આપવામાં આવ્યો છે. જે લો લાઈટમાં પણ મસ્ત સેલ્ફિ ક્લિક કરી દેશે.

વધુ જુઓ...