કેલિફોર્નિયાઃ સોશિયલ મીડિયા એપ્લિકેશન ઈન્સ્ટાગ્રામ છેલ્લા ત્રણ વર્ષમાં જોરદાર કહી શકાય એવી અપડેટ્સ લઈને આવી છે. સ્ટિકર્સથી લઈને કોમેન્ટ સુધી, રીપોસ્ટથી લઈને સ્ટોરીઝ સુધી, ફોટો એડિટથી લઈને ફિલ્ટર સુધી અને વીડિયો રિલ્સમાં નાના કિવર્ડથી લઈને ક્રોપ કરવા સુધીના ફીચર્સ એક જ એપ્લિકેશન અંતર્ગત મળી રહે છે. હવે જેની છેલ્લા ઘણા સમયથી માગ હતી એ ડિમાન્ડ ઈન્સ્ટાગ્રામ પૂરી કરી દીધી છે. ઈન્સ્ટાગ્રામના પ્રોઈફલ પર હવે યુઝર પોતાની મરજી અનુસાર જે તે ગ્રીડને સેટ કરી શકશે. એટલે કે ફોટો-વીડિયોનો જે ખીચડો થતો હતો એને અલગ રાખી શકાશે અને જે વીડિયોને સૌથી પહેલા મૂકવો છે એને રીઓર્ડર કરી શકાશે. આ માટે ઈન્સ્ટાગ્રામે એક રીઓર્ડર નામનું ફીચર એડ કરી દીધું છે.
હાઈડ અને ડિલિટ કરવાની ઝંઝટ નહીં
રીઅરેન્જ કરવાના વિકલ્પથી ફાયદો એ થયો છે કે, હવે યુઝર પોતાનું પ્રોફાઈલ પેજ કોન્ટેટને એડિટ કર્યા વગર, હાઈડ કર્યા વગર કે ડિલિટ માર્યા વગર સરળતાથી ઉપર નીચે કરી શકશે. પિન કર્યા વગર પણ વીડિયોને ફર્સ્ટ રોમાં મૂકી શકાશે. ઘણા લાંબા સમયથી યુઝર્સ આ ફીચરની માગ કરી રહ્યા હતા. આખરે આ ફીચર કંપનીએ રોલઆઉટ કરી દીધુ છે. આ માટે પહેલા ઈન્સ્ટાગ્રામ એપ્લિકેશનને અપડેટ કરવાની રહેશે. આ પછી આ ફીચર જોઈ શકાશે. ઈન્સ્ટાગ્રામના સીઈઓ એડમ મોસ્સેરીએ આ ફીચર લૉંચ કર્યું છે. દરેક કોન્ટેટ કે પોસ્ટને મેન્યુઅલી ચેન્જ કરી શકાશે. અત્યાર સુધી ઈન્ટાગ્રામ પર ફર્સ્ટ પોસ્ટ લાસ્ટ વ્યૂનું અલ્ગોરીધમ ફોલો કરતી હતી. આ માટે એક તબક્કો સેટ કરાયો હતો. જેમાં સૌથી છેલ્લે કરેલી પોસ્ટ પહેલા દેખાતી અને સૌથી પહેલા કરેલી પોસ્ટ સૌથી છેલ્લે નીચે દેખાતી હતી. પોસ્ટ કર્યા બાદ પોઝિશન ચેન્જ કરવાનો કોઈ વિકલ્પ ન હતો.

રીઓર્ડર ઓપ્શનથી મોટી રાહત
રીઓર્ડર ઓપ્શન આવતા હવે મોટી રાહત થઈ છે. આનાથી સરળતાથી જે તે ફોટો કે વીડિયો કોન્ટેટને ડ્રેગ-ડ્રોપ કરી શકાશે. રીઓર્ડર ક્યા બાદ ઉપર-નીચે, લેફ્ટ રાઈટમાં સેટ કરી શકાશે. ફાયદો એ થશે કે, આનાથી સૌથી ફેવરિટ, મોસ્ટ લાઈક્ડ, મોસ્ટ વ્યૂ, અને સૌથી વધારે મોસ્ટ શેર પોસ્ટને સેટ કરી શકાશે. ઉપર લઈ જઈ શકાશે. પીન કરવાની માથાકુટ વગર જ્યારે અન્ય યુઝર પ્રોફાઈલ ખોલશે ત્યારે સૌથી પહેલા એ પોસ્ટ જોવા મળશે. એટલું જ નહીં ફોટોના શોખીન લોકો માટે અહીં સૌથી વધારે ઓપ્શન રહેશે. તેઓ જુદા જુદા લેટર્સ સાથે પોતાનું નામ સરળતાથી બનાવી શકશે. લોકો સેટ કરી શકશે. ટ્રાવેલ પોસ્ટ હશે તો આખો આલ્બમ બની જશે, ફોટો બેકટ સેટ કરી શકશે. કંપનીએ કહ્યું કે, યુઝર્સ પાસે હવે પોતાના બેસ્ટ કોન્ટેટને ઉપર રાખવાનો સૌથી મોટો આ મોકો છે. આ ફીચર યુઝરની પ્રોફાઈલને વધારે સ્ટ્રોંગ બનાવી દેશે.
કેમ્પેઈન માટે સરળતા
કોન્ટેટ ક્રિએટર્સ, બ્રાંડ પ્રમોટર, એડ રનર, પ્રોડક્ટ લૉંચ, કેમ્પેઈન તથા અન્ય કોઈ મહત્ત્વના કોન્ટેટને ગોઠવવામાં મદદ મળશે. આ રીઓર્ડરના વિકલ્પથી આખી પ્રોફાઈલ એવી રીતે સેટ કરી શકાશે, જેનો રેફરન્સ બીજાને આપવાનો થાય તો આખી પ્રોફાઈલની એક અલગ છાપ ઊભી થાય. સૂત્રો એવી વાત પણ કહે છે કે, હવે ઈન્સ્ટાગ્રામ કોન્ટેટ હાઈલાઈટનો વિક્લ્પ પણ આપવા માટે જઈ રહી છે. આના પર અત્યારે કામ પણ ચાલી રહ્યું છે. માત્ર ગ્રીડ લેઆઉટ પણ નહીં પણ વીડિયો સ્ટોરીઝને પણ સિકવન્સમાં મૂકવી સરળ બની જશે. આનાથી કોન્ટેટની ડેટ કે ટાઈમિંગ પર કોઈ ફરક નહીં પડે. આ ફીચરલ માર્કેટમાં આવે એ પહેલા ઈન્સ્ટાગ્રામ પ્લસ ફીચર આવ્યું હતું. જે સબસ્ક્રિપ્શન પર આધારિત હતું.