Mon Sep 28 2026

Logo

ટેલિગ્રામ પર મફતમાં વેબ સિરિઝ કે ફિલ્મ જોતા હોવ તો ચેતી જજો, સરકારે કર્યો મોટો નિર્ણય...

2026-03-11 22:21:16
Author: Mumbai Samachar Team
ટેલિગ્રામ પર મફતમાં વેબ સિરિઝ કે ફિલ્મ જોતા હોવ તો ચેતી જજો, સરકારે કર્યો મોટો નિર્ણય...

નવી દિલ્હીઃ જો તમે પણ કોઈ પણ ફિલ્મ કે વેબસિરિઝ ટેલિગ્રામના માધ્યમથી લઈને નિહાળતા હોવ તો હવે ટેલિગ્રામમાંથી આ સુવિધા નહીં મળે.સરકારના સૂચના તથા પ્રસારણ મંત્રાલયના અધિનિયમ 2000 અંતર્ગત ટેલિગ્રામને નોટિસ ફટકારવામાં આવી છે. હવે ટેલિગ્રામે પોતાના પ્લેટફોર્મ પરથી પાયરેટેડ કોન્ટેટ દૂર કરવું પડશે. સરકારના મંત્રાલય તરફથી આ પગલું એવા સમય ભરવામાં આવ્યું છે જ્યારે જિયો સિનેમા, એમેઝોન પ્રાઈમ અને અન્ય OTT પ્લેટફોર્મ તરફથી કોન્ટેટને લઈને ફરિયાદ મળી હતી. 

ટેલિગ્રામ ચેનલ પર પાયરેટેડ કોન્ટેટ
ફરિયાદની સામે કરવામાં આવેલી તપાસમાંથી એ જાણવા મળ્યું હતું કે, 3142 ટેલિગ્રામ ચેનલ પર પાયરેટેડ કોન્ટેટ હતા, જેમાં ફિલ્મો અને ઓટીટીના કોન્ટેટની અન્ય સામગ્રી પણ હતી, જે મોટી સંખ્યામાં દર્શકોમા વિતરણ કરાતી હતી. દર્શકો આ કોન્ટેટ ડાઉનલોડ કરીને નિહાળતા હતા. મુવી અને વેબ સિરિઝના શોખીન યુવાનો થિએટર્સમાં જાય છે અથવા OTTના સબસ્ક્રિપ્શન ખરીદી લે છે. આ સિવાય પણ એક મોટો એવો વર્ગ છે જે ટેલિગ્રામ પર જે તે OTTની સામગ્રીને જુએ છે. હવે આવું કોઈ કોન્ટેટ પકડાશે તો જેલની હવા ખાવી પડશે. 

કાયદાકીય રીતે ગુનો બને
ભારતમાં મુવી અને વેબ સીરિઝ તૈયાર થયા બાદ એને દેખાડવાના રાઈટ્સ જે તે નિર્માતા પાસે હોય છે. બીજી કોઈ ચેનલ કે પ્લેટફોર્મ એ કોન્ટેટ ત્યારે જ દેખાડી શકે છે જ્યારે એમની પાસે લાયસન્સ હોય. ટેલિગ્રામ કે અન્ય કોઈ સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ પર આવું કરવામાં આવે છે તો તે સંપૂર્ણરીતે ગેરકાયદેસર છે.આવું કરવાથી દંડ થઈ શકે છે. આ કેસમાં કાર્યવાહી અંતર્ગત 3 વર્ષની જેલની સજા પણ થઈ શકે છે. આ સાથે 2 લાખ રૂપિયાનો આર્થિક દંડની પણ જોગવાઈ છે. ટેલિગ્રામ પાયરેટેડ કોન્ટેટ અપલોડ કરવું જ ગુનાના દાયરામાં નથી આવતું પણ તેને જોવું એ પણ ગુનો બને છે.