કોલંબોઃ શુભમન ગિલના સુકાનમાં ભારતની ટેસ્ટ ટીમ સાંજે કોલંબો (Colombo) પહોંચી હતી. જોકે આ ટીમમાં ઓપનિંગ બૅટ્સમૅન બી. સાઇ સુદર્શન નથી. તેને પગના અંગૂઠામાં ઈજા છે અને બેંગ્લૂરુમાં બીસીસીઆઇના સેન્ટર ઑફ એક્સેલન્સ (સીઓઇ)માં સારવાર લઈ રહ્યો છે.
ભારતની ટીમ બે ટેસ્ટ (Test) માટે શ્રીલંકા પહોંચી છે. ગૉલમાં પ્રથમ ટેસ્ટ 15મી ઑગસ્ટે શરૂ થશે અને કોલંબોની બીજી ટેસ્ટનો આરંભ 23મી ઑગસ્ટે થશે. બન્ને ટેસ્ટ ભારતીય સમય અનુસાર સવારે 10.00 વાગ્યે શરૂ થશે.
Team India have arrived in Sri Lanka ahead of the upcoming Test series! 🇮🇳🛬🇱🇰
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) August 4, 2026
The stage is set for an exciting battle between two cricketing nations. 🏏🔥#SLvIND #TestCricket #SriLankaCricket pic.twitter.com/oOhK4ASzOo
જોકે ટેસ્ટ શ્રેણી પહેલાં ભારતીય ટીમ શુક્રવાર, સાતમી ઑગસ્ટથી કોલંબોમાં સ્થાનિક ટીમ સામે ત્રણ દિવસીય મૅચ રમશે.
ભારત-શ્રીલંકાની આ ટેસ્ટ શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)નો હિસ્સો છે. મંગળવારે ભારતીય ટીમ કોલંબો પહોંચી ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.