Mon Oct 12 2026

Logo

દેશમાં તહેવારો પૂર્વે મોંઘવારીમાં થયો 'વધારો': વધતા ફુગાવાએ જનતાની ચિંતા 'વધારી'

2026-10-12 18:12:43
Author: Chandrakant Kanoja
દેશમાં તહેવારો પૂર્વે મોંઘવારીમાં થયો 'વધારો': વધતા ફુગાવાએ જનતાની ચિંતા 'વધારી'

નવી દિલ્હી: દેશમાં તહેવારો પૂર્વે મોંધવારીમાં વધારો થયો છે. આ અંગે પ્રકાશમાં આવેલા સત્તાવાર આંકડાઓ મુજબ ભારતમાં  છૂટક ફુગાવાનો દર ઓગસ્ટના 4.83 ટકા થી વધીને સપ્ટેમ્બરમાં 5.54 ટકા નોંધાયો છે. જેના લીધે લોકોની ચિંતા પણ વધારો થયો છે. કારણ કે મોંધવારી બે વર્ષના સૌથી ઉંચા સ્તરે પહોંચી છે. 

ખાદ્યપદાર્થો અને શાકભાજીના ભાવમાં તીવ્ર વધારો 

આ વધારાનું મુખ્ય કારણ ખાદ્યપદાર્થો અને ખાસ કરીને શાકભાજીના ભાવમાં થયેલો તીવ્ર વધારો હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ના 4 ટકાના મધ્યમ ગાળાના લક્ષ્યાંક કરતાં ફુગાવો વધુ રહ્યો હોય તેવો આ સતત ચોથો મહિનો છે. આ સ્થિતિ ફુગાવા અંગેના સતત દબાણને દર્શાવે છે. તેમા પણ ખાસ કરીને એવા સમયે જ્યારે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ, રૂપિયાનું નબળું મૂલ્ય અને કૃષિ ઉત્પાદન અંગેની ચિંતાઓ ફુગાવાની સ્થિતિને વધુ જટિલ બનાવી રહી છે.

ફુગાવો આરબીઆઈ ના 4 ટકા ના લક્ષ્યાંકને વટાવી ગયો

છૂટક ફુગાવો સૌપ્રથમ જૂનમાં આરબીઆઈના 4 ટકાના લક્ષ્યાંકને વટાવી ગયો હતો. જે મે મહિનાના 3.93 ટકા થી વધીને 4.38 ટકા થયો હતો. સપ્ટેમ્બરમાં ગ્રામીણ CPI ફુગાવો ઓગસ્ટના 5.24 ટકા થી વધીને 6.08 ટકારહ્યો હતો. જ્યારે શહેરી ફુગાવાનો દર આગામી મહિને 4.31 ટકાથી વધીને  4.88 ટકા રહ્યો હતો.

રૂપિયાની આયાતી ફુગાવા પર થતી અસરનો સમાવેશ

આરબીઆઈએ નાણાકીય વર્ષ 2027 માટેના તેના ફુગાવાના અંદાજને પણ 5.0 ટકાથી વધારીને 5.2 ટકા કર્યો છે. આ સુધારા માટે જવાબદાર પરિબળોમાં ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ, ખાદ્યપદાર્થોના ઊંચા ભાવ અને નબળા પડતા રૂપિયાની આયાતી ફુગાવા પર થતી અસરનો સમાવેશ થાય છે. સપ્ટેમ્બરમાં નોંધાયેલો 5.54 ટકાનો ફુગાવાનો દર ભારતની સુધારેલી CPI શ્રેણી હેઠળ અત્યાર સુધીનો સૌથી ઊંચો દર છે. આ શ્રેણીમાં 2024નું નવું આધાર વર્ષ અને વપરાશની અદ્યતન બાસ્કેટનો સમાવેશ થાય છે. આ  અગાઉ ગ્રાહક ભાવમાં ઓગસ્ટમાં 4.83 ટકા અને જુલાઈમાં 4.45 ટકાનો વધારો થયો હતો. 

AI (પ્રતીકાત્મક તસવીર)

આરબીઆઈએ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારી કર્યો 

સપ્ટેમ્બરના આ આંકડા RBIની મોનેટરી પોલિસી કમિટી (MPC) દ્વારા 7 ઓક્ટોબરના રોજ બેન્ચમાર્ક રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરીને તેને 5.50 ટકા કરવામાં આવ્યાના થોડા દિવસો બાદ જ જાહેર કરવામાં આવ્યા હતા. ફુગાવાના વધતા જોખમોને કારણે લગભગ ચાર વર્ષમાં વ્યાજ દરમાં કરવામાં આવેલો આ પ્રથમ વધારો હતો.

આ ઉપરાંત રોઇટર્સના એક સર્વેક્ષણમાં સપ્ટેમ્બર મહિના માટે છૂટક ફુગાવાનો દર 5.40 ટકા રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. આ દર ઓગસ્ટમાં નોંધાયેલા 4.82 ટકાના દર કરતાં વધુ હતો.