Mon Aug 31 2026

Logo

કાશ્મીર અને લદ્દાખ ભારતનું અભિન્ન અંગઃ સરકારનો પાક-ડ્રેગનને જડબાતોડ જવાબ

2026-05-26 21:45:00
Author: Mumbai Samachar Team
કાશ્મીર અને લદ્દાખ ભારતનું અભિન્ન અંગઃ સરકારનો પાક-ડ્રેગનને જડબાતોડ જવાબ

ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (સીપીઈસી)નો વિદેશ મંત્રાલયે કર્યો સખત વિરોધ

નવી દિલ્હીઃ ચીન અને પાકિસ્તાને સંયુક્ત નિવેદનમાં જમ્મુ-કાશ્મીર પર કરેલી ટિપ્પણીનો ભારતે કડક શબ્દોમાં વિરોધ કર્યો છે. વિદેશ મંત્રાલયે એક નિવદેન આપતા જણાવ્યું હતું કે, ભારતની સ્થિર સ્થિતિ અંગે પક્ષને તમામ મુદ્દાઓની જાણ છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હંમેશા ભારતના જ અભિન્ન અને અવિભાજ્ય રાજ્ય રહ્યા છે. રહ્યા હતા અને કાયમ રહેશે. આ મુદ્દા પર ટિપ્પણીઓ કરવાનો કોઈને અધિકાર નથી. આ ઉપરાંત ભારતે ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર યોજનાનો પણ વિરોધ કર્યો હતો. 

ચીન-પાકિસ્તાન વચ્ચે કોઈ ડાયરેક્ટ બોર્ડર નથી
આ વિરોધ કરવા પાછળનું એ છે કે, આ કોરિડોરમાં ભારતની જમીન પણ આવે છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, અન્ય દેશ તરફથી પાકિસ્તાન તરફથી ગેરકાયદે અને બળપુવર્ક કબજે કરેલા પ્રદેશને સત્તાવાર રીતે ભારત સ્વીકાર ન કરી શકે. આ ભારતની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાને પ્રભાવિત કરી શકે છે. આ વાત પાકિસ્તાન અને ચીનને અનેકવાર સ્પષ્ટપણે કહેવાઈ ચૂકી છે. મંત્રાલયે ઉમેર્યું કે,ભારતે બોર્ડર પાર કેટલાક જળ સંસાધનોના સહયોગ ઉપર પણ ધ્યાન આપ્યું છે. ચીન અને પાકિસ્તાન વચ્ચે કોઈ ડાયરેક્ટ બોર્ડર નથી. તેથી આ પ્રકારના કોઈ સહયોગનો સવાલ ઊભો થતો નથી. ભારતે પાકિસ્તાન અને ચીન વચ્ચે 1963માં તથાકથિત સમજૂતીનો ક્યારેય સ્વીકાર કર્યો નથી.

અનેક પ્રોજક્ટ પર સહમતી
ચીન અને પાકિસ્તાને મંગળવારે પોતાના રણનીતિક સંબંધોને વધારે મજબૂત કરવા માટે ઈકોનોમી કોરિડોર યોજના અતંર્ગત પરિયોજનાને ઝડપથી આગળ વધારવા માટે સહમતી વ્યક્ત કરી. આ સહમતી અંતર્ગત ગ્વાદર બંદરને એક એરિયાના સંપર્કકેન્દ્રના રૂપમાં વિકસિત કરવા માટેની યોજના પણ પ્રોજેક્ટમાં સામેલ છે. આ બન્ને દેશે કહ્યું કે, આ યોજના અંતર્ગત ત્રીજા દેશનું સ્વાગત કરીએ છીએ. જે ભાગીદાર છે. આ નિવેદન પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાજ શરીફે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તથા વડા પ્રધાન લી કિયાંગની મુલાકાત બાદ આપ્યું. આ સિવાય બન્ને પક્ષે ઈકોનોમિક કોરિડોરના ઉચ્ચ ગુણવત્તા યુક્ત વિકાસને આગળ વધારવા, ગ્વાદર પોર્ટનો વિસ્તાર કરવા, રસ્તા તેમજ પોર્ટ વ્યવસ્થા મજબૂત કરવા પર સહમતી વ્યક્ત કરી છે.