અમરાવતી: ભારતમાં ફરી એક વાર કોરોના નવા વેરિયન્ટની એન્ટ્રીએ આરોગ્ય મંત્રાલયની ચિંતા વધારી દીધી છે. જેમાં ચીનમાં વધતાં કોરોનાના કેસ વચ્ચે આંધ્રપ્રદેશમાં કોરોનાના નવા વાયરસના કેસો પ્રકાશમાં આવ્યા છે. જેમાં 16 કેસ અને એક વ્યક્તિના મૃત્યુની પૃષ્ટિ કરવામાં આવી છે.
339 લોકોને કોરોનાના ચેપની પુષ્ટિ
આ ઉપરાંત મળતી માહિતી મુજબ 1 જુલાઈથી 16 જુલાઈ દરમિયાન ભારતમાં લગભગ 339 લોકોને કોરોનાના ચેપની પુષ્ટિ થઈ છે. તેમજ આંધ્રપ્રદેશમાં
ચાર વ્યક્તિઓના પોઝિટિવ નમૂનાઓમાં ઓમિક્રોન RF.5 પ્રકાર જોવા મળ્યો છે.
જીનોમ સિક્વન્સિંગ દ્વારા આ વેરિઅન્ટ ઓળખાયો
તેમજ કોરોનાના ઓમિક્રોન સબ-વેરિઅન્ટ RF.5 મળ્યા બાદ આરોગ્ય વિભાગે દેખરેખ વધારી દીધી છે. કડપા જિલ્લામાંથી કોવિડ-19 પોઝિટિવ નમૂનામાં જીનોમ સિક્વન્સિંગ દ્વારા આ વેરિઅન્ટ ઓળખાયો હતો. આ વેરિઅન્ટ ઓમિક્રોન પરિવારનો છે અને વૈશ્વિક સ્તરે ઓળખાયેલા અનેક ઓમિક્રોન સબ લીનીએજનો એક હિસ્સો છે.
RF.5 વેરિઅન્ટની હાજરી મળી
આ અંગે આંધ્રપ્રદેશના આરોગ્ય પ્રધાન સત્ય કુમાર યાદવે જણાવ્યું હતું કે પુણેની વાયરોલોજી લેબોરેટરીમાં જીનોમ સિક્વન્સિંગમાં ચાર કોરોના પોઝિટિવ નમૂનાઓમાં ઓમિક્રોન RF.5 વેરિઅન્ટની હાજરી મળી આવી છે.
આ તબક્કે ગભરાવાની જરૂર નથી
નિષ્ણાતો અને આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું છે કે, આ તબક્કે ગભરાવાની જરૂર નથી. RF.5 એ ઓમિક્રોન પરિવારનો સબ લીનીએજ છે. અત્યાર સુધી, એવા કોઈ નક્કર પુરાવા નથી કે તે હાલના ઓમિક્રોન વેરિઅન્ટની તુલનામાં ગંભીર મૃત્યુ અથવા હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ વધારે છે.