તહેારાનઃ અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં જે ખાડીની સૌથી વધારે ચર્ચા થઈ રહી છે એ હોર્મુઝની ખાડી છે. જેને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કે હોર્મુઝ ક્રિકથી ઓળખવામાં આવે છે. ઈરાનની લડાઈ ચાલું થઈ એ સમયથી હોર્મુઝમાં અનેક એવા મોટા જહાજ ફસાયા છે. ઈરાને ભારતીય જહાજને લીલી ઝંડી આપતા તે ઈરાનના હોર્મુઝથી ભારતના મુંબઈના કિનારા સુધી પહોંચ્યું હતું.
ભારતીય નાવિક ચલાવી રહ્યો હતો
સાઉદી અરેબિયાથી ક્રૂડ ઓઈલ લઈને આવી રહેલા આ જહાજને એક ભારતીય નાવિક ચલાવી રહ્યો હતો. આ જહાજ પર લાઈબેરિયાનો ધ્વજ હતો. હોર્મુઝ સ્ટ્રેટ 33 કિમી જ પહોળો છે. આટલા સાંકળા જળમાર્ગમાંથી જહાજ પસાર કરવું લોઢાના ચણા ચાવવા નહીં પચાવવા જેટલું કઠિન છે. જહાજના ભારે ફ્લોને મેનેજ કરવા માટે ઈન્ટરનેશનલ મેરિટાઈમ ઓર્ગેનાઈઝેશને સ્ટ્રેટમાં એક ટ્રાફિક સેપરેશન સ્કિમ મૂકી છે.
આ સિસ્ટમ અંર્તગત શિપિંગ રૂટને બે અલગ અલગ લેનમાં વિભાજીત કરાઈ છે. એક લેન આવનારા જહાજ માટે અને બીજી લેન ઈરાનથી બહાર નીકળતા જહાજ માટે. દરેક લેન ખૂબ જ પહોળી છે. લેન વચ્ચે બે માઈલનો બફર ઝોન છે. જે ઊલ્ટી દિશામાં જતા જહાંજને અથડાતા રોકવા માટે છે. જે એક સેફ્ટિ ગેપનું કામ કરે છે. આ સિસ્ટમ સમુદ્રમાં હાઈવે લેનની જેમ કામ કરે છે.
જળવિસ્તાર ખૂબ જ ઊંડો
જળમાર્ગ સાંકળો હોવા છતાં હોર્મુઝનો સમુદ્રી વિસ્તાર એટલો ઊંડો છે કે, મોટા મોટા જહાજ આરામથી પસાર થઈ શકે છે. મુખ્ય શિપિંગ ચેનલ્સમાં પાણીમાં ઊંડાઈ 60થી 100 મીટરની વચ્ચે હોય છે. આને અલ્ટ્રા લાર્જ ક્રુડ કેરિયર અને વેરી લાર્જ ક્રુડ કેરિયર સુરક્ષિત રીતે પસાર થઈ શકે છે. મોટાભાગની શિપિંગ લેન મુસંદમ પોનિનસુલા પાસે ઊંડા પાણીમાંથી પસાર થાય છે.
કારણ કે અહીંયાથી નેવિગેટ કરવું સરળ રહે છે. સમુદ્રનું તળિયું પણ લાંબા અંતર સુધી કોઈ અડચણ વિનાનું રહે છે. મોર્ડન મેરિટાઇમ ટેક્નોલોજી સ્ટ્રેઇટમાંથી ટ્રાફિકને મેનેજ કરવા માટે મોટી ભૂમિકા ભજવે છે. આ વિસ્તારમાં પસાર થનારા બધા જ જહાજ માટે પોતાની ઓટોમેટિક આઈડેન્ટિફિકેશન સિસ્ટમ (AIS) સક્રિય રાખવી જરૂરી છે.
AIS શું છે એ પણ જાણી લો
ઓટોમેટિક આઈડેન્ટિફિકેશન સિસ્ટમ સતત જહાજની ઓળખ, પોઝિશન, ગતિ અને દિશા મોકલે છે. આથી મેરિટાઇમ સત્તાવાર સંસ્થાઓ અને આસપાસના જહાજો રિયલ-ટાઈમમાં જહાજની ગતિને ટ્રેક કરી શકે છે. ભૌગોલિક રીતે, હોર્મુઝ સ્ટ્રેઇટ ઈરાન અને ઓમાનના કાયદેસરના જળમાર્ગમાં આવે છે.
યૂનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઑન ધ લૉ ઑફ ધ સી (UNCLOS) હેઠળ તમામ દેશોના જહાજને આવા આંતરરાષ્ટ્રીય સ્ટ્રેઇટમાંથી પસાર થવાનો હક છે. તેનો અર્થ એ થાય છે કે કોમર્શિયલ જહાજ કાયદેસરની રીતે કોઈ અવરોધ વિના આ પાણીના માર્ગમાંથી પસાર થઇ શકે છે.