Tue Jun 02 2026

Logo

'બજરંગી ભાઈજાન'ની મુન્ની થઈ ગઈ આટલી મોટી, ગ્લેમરસ ટ્રાન્સફોર્મેશન જોઈને ઓળખી પણ નહીં શકો...

2026-06-02 20:29:05
Author: Darshana Visaria
Article Image

Bajrangi Bhaijaan


બોલીવૂડના સુપસ્ટાર ગણાતા સલમાન ખાન એટલે કે બજરંગી ભાઈજાને અનેક સુપરહિટ ફિલ્મો આપી છે અને એમાંથી જ એક ફિલ્મ એટલે બજરંગી ભાઈજાન. આ ફિલ્મમાં દર્શકોને સલમાન ખાન અને મુન્ની એટલે કે હર્ષાલી મલ્હોત્રાની જોડી ખૂબ જ પસંદ આવી હતી. હવે તમને થશે આજે અચાનક કેમ બજરંગી ભાઈજાન, હર્ષાલી મલ્હોત્રાની વાત કરી રહ્યા છીએ તો ભાઈસાબ આવતીકાલે એટલે ત્રીજી જૂનના મુન્નીનો બર્થડે છે અને ટચૂકડી હર્ષાલીનો બદલાયેલો અંદાજ જોઈને તમે પણ તેને ઓળખી નહીં શકો. 

સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ 'બજરંગી ભાઈજાન' માં મુન્નીનું માસૂમ અને ક્યુટ પાત્ર ભજવીને આખા દેશના લોકોના દિલ જીતનારી ચાઈલ્ડ આર્ટિસ્ટ હર્ષાલી મલ્હોત્રા ત્રીજી જૂનના 18મો બર્થડે સેલિબ્રેટ કરવા જઈ રહી છે. 2015માં ડિરેક્ટર કબીર ખાનની આ બ્લોકબસ્ટર ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ હતી, ત્યારે હર્ષાલી માત્ર સાત વર્ષની માસૂમ બાળકી હતી અને તેણે ફિલ્મમાં એક પણ શબ્દ બોલ્યા વિના માત્ર પોતાની શાનદાર એક્ટિંગ અને સ્માઈલથી જબરદસ્ત લોકપ્રિયતા મેળવી હતી. 

જોકે આ વાતને હવે 11 વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો છે અને આ વર્ષોમાં હર્ષાલી લુકના મામલામાં એટલી બધી બદલાઈ ગઈ છે કે હવે તેને એક નજરે ઓળખવી પણ મુશ્કેલ બની ગઈ છે. બાળપણની એ ક્યુટ મુન્ની હવે એક બેહદ સુંદર, ગ્લેમરસ અને કોન્ફિડન્ટ યંગ સ્ટાર બની ચૂકી છે.

Harshaali Malhotra

હર્ષાલી મલ્હોત્રા સોશિયલ મીડિયા પર અને ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે, જ્યાં તેના ૩.૭ મિલિયનથી પણ વધુ ફોલોઅર્સ છે. તે અવારનવાર પોતાના ગ્લેમરસ ફોટોશૂટ અને વીડિયોઝ ફેન્સ સાથે શેર કરતી રહે છે, જેને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ તેના અદ્ભુત ટ્રાન્સફોર્મેશનથી આશ્ચર્યચકિત થઈ જાય છે. 

'બજરંગી ભાઈજાન'થી બોલીવૂડમાં ધમાકેદાર ડેબ્યૂ કરીને રાતોરાત સ્ટાર બનેલી હર્ષાલીએ તાજેતરમાં જ પોતાની સ્કૂલ લાઈફ પૂરી કરીને 12મું ધોરણ પાસ કર્યું છે. તે એક્ટિંગ અને ગ્લેમર વર્લ્ડની સાથે-સાથે પોતાની આગળની ભણતર પર પણ પૂરેપૂરું ધ્યાન આપી રહી છે અને પોતાના કરિયરને ખૂબ જ સારી રીતે બેલેન્સ કરી રહી છે.

બોલીવૂડ સિવાય હર્ષાલીએ સાઉથ ઈન્ડિયન ફિલ્મોમાં પણ ડેબ્યુ કર્યું છે 2025માં રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મ 'અખંડ 2: તાંડવ'માં મહત્વની ભૂમિકામાં જોવા મળી હતી. આ ફિલ્મમાં સાઉથના દિગ્ગજ એક્ટર નંદમુરી બાલકૃષ્ણ, આધી પિનિસેટ્ટી અને સંયુક્તા મેનન જેવા કલાકારો સામેલ હતા. આ ઉપરાંત હર્ષાલીએ બાળપણમાં જ 'કુબૂલ હૈ', 'લૌટ આઓ તૃષા' અને 'સાવધાન ઈન્ડિયા' જેવા લોકપ્રિય ટીવી શોઝમાં પણ કામ કર્યું છે.

Harshaali Malhotra

વાત કરીએ હર્ષાલીના આગામી પ્રોજેક્ટની તો હર્ષાલી ટૂંક સમમયાં જ 'નાસ્તિક' નામની હિન્દી ફિલ્મમાં અર્જુન રામપાલ સાથે જોવા મળશે, જેમાં તે 'આલિયા' નામની યુવતીનું પાત્ર ભજવી રહી છે, જોકે આ ફિલ્મની ઓફિશિયલ રિલીઝ ડેટ જાહેર થવાની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.