મુંબઈ: બોક્સઓફિસ અને લોકોના દિલો પર રાજ કરનારી ફિલ્મ 'હનુમાન અંશ'ની આજકાલ દરેક જગ્યાએ ફિલ્મની સફળતા અંગે ચર્ચા જગાવી છે. ફિલ્મ 2026ની સુપરહિટ બની વિક્રમી કલેક્શન કરી રહી છે, ત્યારે તેની સ્ટારકાસ્ટની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. જાણીએ ક્યાં એક્ટરે ક્યાં રોલ માટે કેટલી ફીઝ લીધી હતી. ઓછા બજેટવાળી ફિલ્મોને ઘણીવાર બોકસઓફિસ પર તેવી વાહવાહી નથી મળતી જેવી અન્ય મોટા સ્ટાર્સવાળી ફિલ્મોને મળે છે.
'હનુમાન અંશ' ફિલ્મ 2026 ની સૌથી મોટી થિયેટર સરપ્રાઈઝ ફિલ્મોમાંથી એક બનીને આવી છે. આ ફિલ્મ કોઈ મોટા બોલિવૂડ સ્ટાર વગર બનેલી અને લગભગ 2 કરોડ રૂપિયાના બજેટમાં તૈયાર થયેલી ડિવોશનલ ડ્રામા ફિલ્મે એક સામાન્ય ઓપનિંગ બાદ બોક્સઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. ત્યારબાદ લોકોની સારી પ્રતિક્રિયાએ ફિલ્મનું ભાગ્ય બદલી નાખ્યું અને તેની ભારતમાં નેટ કમાણી લગભગ 132.13 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી.
તેની ભારતની ગ્રોસ કમાણી પણ 156 કરોડ રૂપિયા ક્રોસ કરી ચુકી છે. જેનાથી આ ફિલ્મ 150 કરોડ રૂપિયા નેટ કમાણીનો માઈલસ્ટોન હાંસલ કરવાની દોડમાં મજબુતીથી સામેલ થઈ ગઈ છે. તેની સફળતા ચોંકાવનારી ત્યારે લાગે છે જયારે આ ફિલ્મના મુખ્ય પાત્રોની ફીસની તુલના મોટા બજેટવાળી હિન્દી ફિલ્મોમાં સ્ટાર્સને મળનારી કરોડો રૂપિયાની ફીસથી કરવામાં આવે છે.
બાબાના રોલ માટે શોભિનવની કેટલી ફી લીધી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર 'હનુમાન અંશ'માં આધ્યાત્મિક ગુરુ નીમ કરોલી બાબાનું પાત્ર નિભાવનારા શોભિનવ સત્યાને આ રોલ માટે લગભગ 15 લાખ રૂપિયા મળ્યા છે. જે છ એક્ટરોની સેલરીની જાણકારી સામે આવી છે તેમાં સત્યા સૌથી વધારે ફીસ મેળવનારા એકટર છે. રસપ્રદ વાત એ છે કે સત્યા શરૂઆતમાં આ પ્રોજેક્ટના આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે જોડાયેલા હતા. ખબરો અનુસાર તેમને આ રોલ ત્યારે મળ્યો જયારે પહેલા આ રોલ કરનાર અભિનેતા ગંભીરરીતે બીમાર પડ્યા હતા. ત્યારબાદ ડાયરેક્ટર વિશાલ ચતુર્વેદીએ જોયું કે સત્યાનો ચહેરો નીમ કરોલી બાબા સાથે મળે છે. તેમને આ રોલ માટે કાસ્ટ કરવાનો નિર્ણય લીધો હતો.
ચંદન કે. આનંદએ 8 લાખ કમાયા
જાણકારી અનુસાર રામ નંદન ભોંસલેનું પાત્ર ભજવનારા ચંદન કે. આનંદ તે છ કલાકારોમાં બીજા સૌથી વધારે ફીસ મેળવનારા એક્ટર છે જેની કમાણીની જાણકારી સામે આવી છે. આ રિપોર્ટ્સ અનુસાર આનંદને આ ડિવોશનલ ડ્રામામાં પોતાના પાત્ર માટે લગભગ 8 લાખ રૂપિયા મળ્યા હતા.
વિહાન શેડગે બન્યા યંગ નીમ કરોલી બાબા
મળતી જાણકારી મુજબ યુવા નીમ કરોલી બાબાનો રોલ કરવા માટે વિહાન શેડગેને લગભગ 5 લાખ રૂપિયા મળ્યા છે. ફિલ્મમાં તેમનું પાત્ર કહાનીનો મહત્વપૂર્ણ ભાગ છે. કારણ કે ફિલ્મ આ આધ્યાત્મિક ગુરુના પ્રારંભિક જીવન અને એક સન્માનીત હસ્તી બનવા સુધીની સફરને બતાવે છે. અન્ય અનુભવી અભિનેતા અનિલ રસ્તોગીએ આ ફિલ્મમાં મહંતજીનું પાત્ર ભજવ્યું હતું જેના માટે તેમને 4 લાખ રૂપિયા મળ્યા છે. ભલે આ ફિલ્મના એક્ટર્સને ફીસ ઓછી મળી, પરંતુ તેઓ આ ફિલ્મને દર્શકો સુધી પહોંચાડવામાં સફળ રહ્યા છે.
પૂર્ણિમા તિવારી અને ગુલશન પાંડેએ પણ લાખો કમાયા

બાકી સેલરીના આંકડા પૂર્ણિમા તિવારી જે નીમ કરોલી બાબાની પત્ની રામ બેટી શર્માનું પાત્ર નિભાવે છે, તેમણે કથિતરીતે લગભગ 3.5 લાખ રૂપિયા કમાયા છે. ઇન્સ્પેકટર ધર્મ સિંહનું પાત્ર ભજવનારા ગુલશન પાંડેને લગભગ 3 લાખ રૂપિયા મળ્યા છે. આ આંકડાઓના આધારે છ કલાકારોની કુલ કમાણી લગભગ 38.5 લાખ રૂપિયા થાય છે. આ આંકડાઓ મીડીયાએ રિપોર્ટ્સના આધારે છે, તેની પુષ્ટિ કલાકારો કે 'હનુમાન અંશ'ના મેકર્સે કરી નથી.
'હનુમાન અંશ'નું બજેટ 2 કરોડ, ડાયરેક્ટરે છોડી ફી
ફિલ્મની કુલ પ્રોડક્શન ખર્ચ જોતા કલાકારોની ફીસ વધારે ચોંકાવનારી છે. કેટલીક રિપોર્ટ્સમાં 'હનુમાન અંશ'નું બજેટ 1.8 કરોડ રૂપિયાથી 2 કરોડ રૂપિયા વચ્ચે બતાવવામાં આવ્યું છે. હિન્દી ફિલ્મોના હિસાબથી આ અત્યંત ઓછા બજેટવાળી ફિલ્મ છે, ખાસ કરીને તે ફિલ્મોની તુલનામાં જેમાં મોટા સ્ટાર્સ હોય છે અને જેનું બજેટ કરોડો કે અબજો રૂપિયાનું હોય છે. ડાયરેક્ટર-પ્રોડ્યુસર વિશાલ ચતુર્વેદીએ અલગથી ડાયરેક્શન ફીસ લીધી નથી. કારણ કે તેઓ પોતે આ પ્રોજેક્ટને પ્રોડ્યુસ કરી રહ્યા હતા. આ કારણે તેમણે પોતાની ફીસ લીધી નહોતી.
'હનુમાન અંશ'નું બોક્સ ઓફિસ કલેક્શન
'હનુમાન અંશ'ની સફળતા હવે સ્પષ્ટપણે દેખાય રહી છે, પહેલા દિવસની તુલના તેના હાલના બોક્સ ઓફિસ કલેક્શનથી કરવામાં આવે છે. જાણકારી અનુસાર ફિલ્મે પ્રથમ દિવસે 10 લાખ રૂપિયાની કમાણી કરી હતી. પ્રથમ અઠવાડિયે ફિલ્મે લગભગ 1.08 કરોડનું કલેક્શન કર્યું હતું.
આ ફિલ્મના બીજા અઠવાડિયામાં પણ ધીમી શરૂઆત સાથે શરૂ થયું હતું અને એવો કોઈ સંકેત નહોતો કે આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થશે, પરંતુ જેમ જેમ દર્શકો વચ્ચે ફિલ્મના વખાણ થવા લાગ્યા તેની તસ્વીર જ બદલાઈ ગઈ હતી. આ ફિલ્મે હવે ભારતમાં લગભગ 132.13 કરોડનું નેટ કલેક્શન કરી લીધું છે જયારે તેનું ભારતમાં ગ્રોસ કલેક્શન 156 કરોડ પર થઈ ગયું છે.