અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજા વિરામના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની કરવામાં આવેલી આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 226 પૈકી માત્ર 8 જ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. 218 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હતો. રાજકોટમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો.
ક્યાં કેટલો વરસાદ નોંધાયો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ આજે સવારે 6 કલાકે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં રાજ્યના 226 તાલુકામાં વરસાદ પડ્યો હતો. એક તાલુકામાં બે ઇંચથી વધારે, સાત તાલુકામાં એક ઇંચથી વધારે અને 218 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હતો.
રાજકોટમાં સૌથી વધુ
રાજકોટમાં સૌથી વધુ 2.72 ઇંચ, વલસાડના કપરાડામાં 1.73 ઇંચ, રાજકોટના પડધરીમાં 1.50 ઇંચ, વાવ થરાદના દીયોદરમાં 1.46 ઇંચ, વલસાડના નાનાપોંઢામાં 1.34 ઇંચ, અરવલ્લીના મોડાસામાં 1.22 ઇંચ, કચ્છના મુન્દ્રામાં 1.06 ઇંચ તથા સુરતના અંબિકામાં 1.06 ઇંચ વરસાદ પડ્યો હતો.
આ સિવાય એક પણ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. બારડોલીમાં 0.98 ઇંચ, ધરણીધરમાં 0.98 ઇંચ, સુબારમાં 0.98 ઇંચ, ઉમરપાડામાં 0.94 ઇંચ, જૂનાગઢમાં 0.91 ઇંચ, ડાંગમાં 0.83 ઇંચ, કામરેજમાં 0.79 ઇંચ, માતરમાં 0.75 ઇંચ, નડીયાદમાં 0.75 ઇંચ, ડોલવણમાં 0.75 ઇંચ, સાગબારામાં 0.75 ઇંચ, કરજણમાં 0.75 ઇંચ, તિલકવાડામાં 0.71 ઇંચ, ઇડરમાં 0.67 ઇંચ વરસાદ નોંધાયો હતો.
રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર,કચ્છમાં હળવા વરસાદની આગાહી છે. જ્યારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ રહેશે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. કચ્છ,મોરબી,સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ રહેશે. આ ઉપરાંત રાજકોટ, જામનગર, દ્વારકામાં પણ વરસાદની આગાહી છે. જામનગર જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદમાં પણ વરસાદ પડી શકે છે. અમદાવાદમાં સામાન્ય વરસાદી ઝાપટાની આગાહી છે.
હવામાન વિભાગ દ્વારા આજથી 8 ઓગસ્ટ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 34 ડેમ હાઈ એલર્ટ પર છે. જ્યારે 8 એલર્ટ પર અને 10 ડેમના સ્તરને લઈને વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. સરદાર સરોવર ડેમ તેની સંગ્રહ ક્ષમતાનો 76 ટકાથી વધુ ભરાયો છે, જ્યારે રાજ્યના 206 જળાશયોમાં 58 ટકાથી વધુ જળસંગ્રહ છે.