Thu Oct 01 2026

Logo

ખેલ મહાકુંભ 2026ની તૈયારીઓ શરૂ, ખેલાડીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી ભાગ લઈ શકશે

2026-09-11 21:51:17
Author: Mumbai Samachar Team
ખેલ મહાકુંભ 2026ની તૈયારીઓ શરૂ, ખેલાડીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી ભાગ લઈ શકશે

રાજકોટઃ ખેલ મહાકુંભામાં ભાગ લેવા ઇચ્છુક ખેલાડીઓએ તા. 22 સપ્ટેમ્બર 2026 સુધીમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ખેલ કુંભ વિશે માહિતી આપતા રાજકોટ જિલ્લા ક્લેકટરે જણાવ્યું હતું કે, રાજકોટના જિલ્લાના યુવાનો, વિદ્યાર્થીઓ અને રમતપ્રેમીઓ પોતાની પ્રતિભા ઉજાગર કરે, આ માટે અપીલ કરવામાં આવી છે.  સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ફ્લેગશિપ કાર્યક્રમ ખેલ મહાકુંભ- 2026’નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાંથી મહત્તમ જનભાગીદારી, સુનિશ્ચિત કરી, તે અત્યારથી રાજકોટ જિલ્લા ક્લેક્ટર ડૉ. ઓમ પ્રકાશનના અધ્યક્ષ સ્થાને એક ખાસ બેઠક યોજાઈ હતી.  આ બેઠકમાં કલેકટરે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના વધુને વધુ યુવાનો, વિદ્યાર્થીઓ અને રમતગમત પ્રેમીઓ ખેલ મહાકુંભમાં જોડાઇને પોતાન પ્રતિભા વધારે પ્રભાવશાળી બનાવે.

39 રમતને કવર કરાવી લેવામાં આવી છે
આ માટે વહીવટી તંત્ર દ્વાર તમામ પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. શાળા-કૉલેજ યુનિવર્સિટી તથા સ્પોર્ટ્સ ક્લબ ખાતે સ્થાનિક સ્તરે ઓનલાઈન રજીસ્ટ્રેશન અંગે જાગૃતિ લાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે. ખાસ પ્રકારની સૂચના આપવામાં આવી છે. જાગૃતિ ફેલાવવા માટે પણ ખાસ સૂચના આપવામાં આવી છે. ગત 29 ઓગસ્ટના રોજ નેશનલ સ્પોર્ટ્સ ડે થી ખેલમહાકુંભ 2026 માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યા છે. આ વર્ષે ખેલમહાકુંભ અંતર્ગત કુલ 39 જેટલી વિવિધ સ્પોર્ટ્સ ગેમ્સને આવરી લેવામાં આવી છે. ખેલાડીઓ પોતાની સક્ષમતા અનુસાર અરજી કરી શકે છે. ભાગ લઈ શકે એમ છે. વય જુથ અનુસાર જુદા જુદા મેચનું જુદા જુદા દિવસે આયોજન કરવામાં આવશે. આ માટે પ્રાથમિક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 22 સપ્ટેમ્બર 2026 સુધીમાં રસ દાખવતા ખેલાડીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. દરેક ખેલાડી બે રમતમાં ભાગ લઈ શકે છે. 

બે રમતમાં ભાગ લઈ શકાશે
એક જ આઈડીથી બે રમતમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હશે એને પ્રાથમિકતા આપવામાં આવશે. જયારે વિજેતા ખેલાડીને રોકડ પુરસ્કાર આપવામાં આવશે. અગાઉથી આઈડી ધરાવતા વિદ્યાર્થીઓએ પોતાની જુની આઈડીથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અંડર-9,11,14,17 તથા ઓપન ગ્રૂપમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ જે તે શાળાના માધ્યમથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ માટે શાળાએ પણ પ્રાથમિકતા આપીને લીસ્ટ તૈયાર કરવાનું રહેશે. 40થી 50 ની ઉંમરના ખેલાડીઓ, ઑપન એજ ગ્રૂપના ખેલાડીઓ તથા અભ્યાસ ન કરતા ખેલાડીઓ પણ પોતાના વયજુથ અનુસાર રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ માટે વહીવટી તંત્ર દ્વારા પણ પ્રાથમિક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.