Sun May 24 2026

Logo

રમૂજી સવાલના મનમોજી જવાબ

2026-04-08 10:11:00
Author: Darshan Bhavsar
Article Image

 

દર્શન ભાવસાર

પત્ની ગૃહ લક્ષ્મી કહેવાય તો પ્રેમિકા?
* ઓપશ્નલ અર્થાત મરજિયાત (મહા) લક્ષ્મી...

પરમાનંદની પત્નીને શું કહેવાય?
* પ્રેમાનંદી...

માનવ શરીરમાં સાત ચક્ર હોય છે તો નવું આઠમું ચક્ર કયું?
* વિષચક્ર...

બુલબુલના પતિને શું કહેવાય?
* બિગબુલ...

પત્ની એનર્જી કે એલર્જી?
* સમજીને એનો ઉપયોગમાં લાવો તો સીનર્જી...

ડોક્ટરનું ફેવરિટ આસન?
* દવાસન અને ઈન્જેક્શન
(એ કારગત ન નીવડે તો શવાસમ તો છે જ ...) 

મણથી વધુ વજન કયા મણનું હોય?
* ભલામણનું.

ઘરવાળીને ઘરવ્હાલી કેમ ના કહેવાય ?
* કહેવાય તો પછી બહારવાળીને શું કહેશો?

ખાડો ખોદનાર ખાડામાં કેમ પડતો નથી?
* કારણ કે એને બીજા ખાડા ખોદવાનો કોન્ટ્રાકટ હોય છે...

લેપ અને લપમાં શું ફરક?
* લેપ લગાવવો પડે... લપ લાગી જાય. લેપથી દર્દ ઘટે અને લપથી ઝંઝટ ...
 
નેતાનાં વચન કેવા હોય?
* પ્રેમીનાં વચનને ઝાંખાં પાડે એવાં...

ભૂલી જવાનો ગેરફાયદો કોને થાય? 
* નેતાને... જ્યારે પ્રજા ભૂલી જાય.