Sun Jun 28 2026

Logo

ફ્રાન્સ અને સાઉદી અરબમાં પ્લેન અને હેલિકોપ્ટર ક્રેશમાં 25 લોકોના મોત

Tomblaine   2026-06-28 18:30:29
Author: Chandrakant Kanoja
Article Image

ટોમ્બ્લેન : ફ્રાન્સ અને સાઉદી અરબમાં પ્લેન અને હેલિકોપ્ટર ક્રેશની બે અલગ અલગ ઘટનાઓના કુલ  25  લોકોના મોત થયા હતા. જેમાં ફ્રાન્સમાં ટોમ્બ્લેન વિસ્તારમાં સ્કાયડાઇવર્સને લઈ જતું એક વિમાન ક્રેશ થયું  હતું. આ દુર્ઘટનામાં 11 લોકોના મોત થયા છે.  જ્યારે સાઉદી અરબમાં  હેલિકોપ્ટર ક્રેશમાં 14 લોકોના મોત થયા હતા. 

પોલીસે આ વિસ્તારમાં લોકોને ન જવા અપીલ કરી 

આ દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ફ્રાન્સના સ્થાનિક મીડિયા અનુસાર આ દુર્ઘટના બાદ વિમાનમાં બ્લાસ્ટ થવાનો ભય હતો. જેના પગલે આસપાસના વિસ્તારના સંપૂર્ણપણે ઘેરી લેવામાં આવ્યો હતો. તેમજ  પોલીસે આ વિસ્તારમાં લોકોને ન જવા અપીલ કરી હતી. જેના લીધે બચાવ અને રાહત કામગીરીમાં કોઇ ખલેલ ના પડે. જોકે, હાલમાં આ વિમાન દુર્ઘટનાના કારણ અંગે કોઇ સત્તાવાર માહિતી નથી મળી. આ દુર્ઘટના બાદ પોલીસ અને એરલાઇન અધિકારીઓ તપાસ શરૂ કરી છે. 

સાઉદી અરબમાં  હેલિકોપ્ટર ક્રેશમાં 14 લોકોના મોત

આ ઉપરાંત અન્ય એક વિમાન દુર્ઘટનામાં સાઉદી અરબમાં  હેલિકોપ્ટર ક્રેશમાં 14 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના સાઉદી અરબના રાસ તનુરા શહેરમાં ઘટી હતી. તેમજ સાઉદી અરામકોના હેલિકોપ્ટર ક્રેશમાં માર્યા ગયેલા તમામ નાગરિકો સાઉદીના હતા. 

ક્રેશનું કારણ નક્કી કરવા માટે તપાસ શરૂ

સાઉદ અરબના સ્થાનિક મીડિયા અનુસાર રાસ તનુરામાં હેલિકોપ્ટર ક્રેશનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ દુર્ઘટનાની  તપાસ ચાલી રહી છે. જ્યારે  સાઉદી અરબના  ઉર્જા મંત્રાલયે જણાવ્યું હતું કે સંબંધિત અધિકારીઓએ ક્રેશનું કારણ નક્કી કરવા માટે તપાસ શરૂ કરી છે.

મંત્રાલયે પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી

તેમજ  મંત્રાલયે પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે પીડિતોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના અને સહાનુભૂતિ વ્યક્ત કરવામાં આવે છે. આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે."