Mon Oct 05 2026

Logo

ચીન પાસે પહોંચી એફ-35 જેટની ટેકનોલોજી? સંવેદનશીલ પાર્ટ્સ ગુમ થતા પેન્ટાગોન લાલઘૂમ

WASINTON DC   2026-09-24 20:09:11
Author: Mumbai Samachar Team
ચીન પાસે પહોંચી એફ-35 જેટની ટેકનોલોજી? સંવેદનશીલ પાર્ટ્સ ગુમ થતા પેન્ટાગોન લાલઘૂમ

 વોશિંગ્ટન: ઓસ્ટ્રેલિયાથી અમેરિકા મોકલવામાં આવતા અમેરિકાના ફાઈટર જેટ એફ-35ના કેટલાક ભાગો હોંગકોંગ પહોંચી ગયા હતા અને પેન્ટાગોન હવે આ મામલે તપાસ કરી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, ફાઈટર જેટના આ ભાગોમાં કોકપીટ કેનોપી અને વેપન્સ-બે ડોર સામેલ છે. પરંતુ આ પાર્ટ્સ પોતાનો રસ્તો બદલીને હોંગકોંગ કેવી રીતે પહોંચ્યા?

એફ-35 પોઈન્ટ પ્રોગ્રામ ઓફિસે એક નિવેદનમાં કહ્યું કે તેઓ અને સંરક્ષણ વિભાગને એફ-35ના પાર્ટ્સની શિપમેન્ટ સાથે જોડાયેલી સમસ્યાથી વાકેફ છે. અમે આ ભાગોને પાછા મેળવવા, આ ઘટનાની તપાસ કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાને રોકવા માટે સુરક્ષાત્મક પગલાં લેવા અંગે અમેરિકાના અધિકારીઓ અને  સત્તાવાળાઓ અને ઉદ્યોગના ભાગીદારો સાથે કામ કરી રહ્યા છીએ."

ઓસ્ટ્રેલિયાના ડિફેન્સ મિનિસ્ટર રિચર્ડ માર્લ્સે મંગળવારે પત્રકારોના સવાલનો જવાબ આપતા માન્યું કે જેટના ભાગો હોંગકોંગ પહોંચી ગયા હતા. પરંતુ તેમણે એ વાતનો ઇનકાર કર્યો હતો કે ગુમ થયેલા ભાગો "સંવેદનશીલ સાધનો" હતા. 

ઓસ્ટ્રેલિયા એવા ઘણા દેશોમાંનું એક છે જેની આર્મી આ 'સ્ટીલ્થ ફાઇટર જેટ'નો ઉપયોગ કરે છે. માર્લ્સે કહ્યું હતું કે, "હા, તેથી અમે સ્વાભાવિક રીતે જ આ બાબતે અમેરિકા અને તેના મુખ્ય કોન્ટ્રાક્ટર લોકહીડ માર્ટિન સાથે મળીને કામ કરી રહ્યા છીએ."