Thu Sep 03 2026

Logo

ઇડીએ  મલયાલમ અભિનેતા જયસૂર્યાની 39 લાખ  રૂપિયાની સંપત્તિ જપ્ત કરી

2026-02-18 17:10:52
Author: Chandrakant Kanoja
ઇડીએ  મલયાલમ અભિનેતા જયસૂર્યાની 39 લાખ  રૂપિયાની સંપત્તિ જપ્ત કરી

તિરુઅનંતપુરમ : ઇડીએ મની લોન્ડરિંગ કેસ અંતર્ગત લોકપ્રિય  મલયાલમ અભિનેતા જયસૂર્યાની  39 લાખ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. ઇડીએ 'સેવ બોક્સ' નામની ઓનલાઈન બિડિંગ એપ્લિકેશન દ્વારા કેટલાક લોકો સાથે કથિત છેતરપિંડીના સંદર્ભમાં ડિસેમ્બર 2025 માં અભિનેતા અને તેમની પત્નીની પૂછપરછ કરી હતી. આ કથિત રોકાણ યોજના સ્વાતિ રહીમ નામની વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવી રહી હતી.

રૂપિયા 39.01 લાખની સ્થાવર મિલકતો જપ્ત કરવા માટે વચગાળાનો આદેશ

આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, ઇડીની તપાસ થ્રિસુર પૂર્વ પોલીસ દ્વારા નોંધાયેલી ચાર એફઆઇઆર સાથે જોડાયેલી છે. તેમજ  પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેરળમાં જયસૂર્યાને  આપવામાં આવેલી  રૂપિયા 39.01 લાખની સ્થાવર મિલકતો જપ્ત કરવા માટે વચગાળાનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે રહીમે રોકાણ યોજના માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકેના સમર્થનના બદલામાં અભિનેતાને કેટલાક પૈસા ચૂકવ્યા હતા.