Tue Aug 25 2026

Logo

બોક્સ ઓફિસ પર મોહનલાલનો દબદબો, ‘દ્રશ્યમ ૩’ એ 6 દિવસમાં વર્લ્ડવાઈડ કમાણીમાં તોડ્યો રેકોર્ડ

2026-05-27 11:23:00
Author: Vimal Prajapati
બોક્સ ઓફિસ પર મોહનલાલનો દબદબો, ‘દ્રશ્યમ ૩’ એ 6 દિવસમાં વર્લ્ડવાઈડ કમાણીમાં તોડ્યો રેકોર્ડ

મુંબઈ: સાઉથ સિનેમાના સુપરસ્ટાર મોહનલાલ સ્ટારર મોસ્ટ અવેટેડ સસ્પેન્સ થ્રિલર ફિલ્મ ‘દ્રશ્યમ ૩’ (Drishyam 3) હાલમાં સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. ડિરેક્ટર જીતુ જોસેફના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર અટકવાનું નામ નથી લઈ રહી. મલયાલમ સિનેમાની બીજી સૌથી મોટી ઓપનિંગ મેળવ્યા બાદ, આ ફિલ્મે વીકએન્ડ અને હવે વીકડેઝમાં પણ પોતાની પકડ મજબૂત બનાવી રાખી છે. 

રિલીઝના ૬ઠ્ઠા દિવસે કેટલી કમાણી કરી?

બોક્સ ઓફિસ પર મોહનલાલની વાપસી દર્શકોને ખુબ જ પસંદ આવી રહી છે. રિપોર્ટ અનુસાર, ફિલ્મે વીકડેઝમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છેય 6ઠ્ઠા દિવસના કલેક્શનની વાત કરવામાં આવે તો, આ ફિલ્મે રિલીઝના છઠ્ઠા દિવસે આશરે 6.45 કરોડસ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે ‘દ્રશ્યમ ૩’નું ભારતીય બોક્સ ઓફિસ પર 6 દિવસનું કુલ કલેક્શન 68.60 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

‘દ્રશ્યમ ૩’ની ભારતમાં કુલ કમાણી કેટલી થઈ?

'દ્રશ્યમ ૩' ની ડે-વાઇઝ બોક્સ ઓફિસ સફરની વાત કરવામાં આવે તો, ઓપનિંગ ડેમાં રૂપિયા 15.85 કરોડ, બીજા દિવસે રૂપિયા 11.05 કરોડ. ત્રીજા દિવસે 13.70 કરોડ રૂપિયા, ચોથા દિવસે 13.85 કરોડ રૂપિયા, પાંચમાં દિવસે 07.70 કરોડ રૂપિયા,  છઠ્ઠા દિવસે 06.45 કરોડ રૂપિયાની કમાણી થઈ છે. ‘દ્રશ્યમ ૩’ ફિલ્મનું કુલ કલેક્શન 68.60 કરોડ રૂપિયાની પાર પહોંચી ગયું છે. 

વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર બનાવ્યો મોટો રેકોર્ડ

‘દ્રશ્યમ ૩’ ને ભારત ઉપરાંત વિદેશમાં પણ અભૂતપૂર્વ રિસ્પોન્સ મળી રહ્યો છે. 6 દિવસમાં ફિલ્મનું ઓવરસીઝ કલેક્શન રૂપિયા 84.70 કરોડ થઈ ગયું છે, જેના કારણે ફિલ્મનું વર્લ્ડવાઈડ કુલ કલેક્શન 164.32 કરોડ રૂપિયાને પાર પહોંચી ગયું છે. આ ધમાકેદાર કમાણી સાથે ‘દ્રશ્યમ ૩’ એ પૃથ્વીરાજ સુકુમારનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘Aadujeevitham: The Goat Life’ ના 160.08 કરોડના લાઇફટાઇમ કલેક્શનના રેકોર્ડને પછાડી દીધો છે. આ સાથે જ તે દુનિયાભરમાં સૌથી વધુ કમાણી કરનારી 7મી ઓલ-ટાઇમ મલયાલમ ફિલ્મ બની ગઈ છે.