Sat Sep 12 2026

Logo

હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે ટ્રમ્પનું નિવેદન, દેશોને કહ્યું  હોર્મુઝ ખોલાવો અથવા અમારી પાસેથી ક્રૂડ ખરીદો

Wasington DC   2026-03-31 18:51:29
Author: Chandrakant Kanoja
હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે ટ્રમ્પનું નિવેદન, દેશોને કહ્યું  હોર્મુઝ ખોલાવો અથવા અમારી પાસેથી ક્રૂડ ખરીદો

વોશિંગ્ટન : મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 32 મો દિવસ છે. ત્યારે અમેરિકાએ ઈરાનને તાત્કાલિક હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે ચેતવણી આપી છે. ત્યારે બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવા પર અન્ય દેશોની મજાક ઉડાવી છે. તેમજ કહ્યું છે કે ઇંધણની અછતનો સામનો કરી રહેલા દેશોએ થોડી હિંમત બતાવવાની જરૂર છે. તેમજ તેને ખોલવાનો પ્રયાસ કરવો જોઇએ અથવા તો અમેરિકા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવું જોઇએ. 

ડોનાલ્ડ ટ્રમ્પે અન્ય દેશોને સલાહ આપી 

ડોનાલ્ડ ટ્રમ્પે  ટ્રુથ સોશિયલ પર લખ્યું છે કે,  હોર્મુઝ સ્ટ્રેટને કારણે જેટ ઇંધણ મેળવવામાં અસમર્થ એવા બધા દેશોએ જેણે ઈરાનને નબળા પાડવાના અભિયાનમાં જોડાવાનો ઇનકાર કર્યો હતો. તેમને મારુ એક સૂચન છે. તે અમેરિકા પાસેથી ક્રૂડ ખરીદો જેની અમારી પાસે તેની કોઈ અછત નથી અથવા
તો  થોડી હિંમત કરો હોર્મુઝ  સ્ટ્રેટ પર જઇને તેને લઇ લો.  ટ્રમ્પે વધુમાં  લખ્યું કે  હવે તમારે પોતાના માટે લડવાનું શીખવું પડશે.  જેમ તમે અમારા માટે નહોતા તેમ અમેરિકા પણ  હવે તમને મદદ કરવા ત્યાં નહિ હોય.  વાસ્તવમાં ઈરાન સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું છે. 

ટ્રમ્પે ફ્રાન્સ પર પણ નિશાન સાધ્યું

આ ઉપરાંત ટ્રમ્પે ફ્રાન્સ પર પણ નિશાન સાધ્યું અને લખ્યું,  ફ્રાન્સે ઇઝરાયલ જનારા વિમાનોને - જે લશ્કરી સાધનોથી ભરેલા હતા - તેના એર સ્પેશમાં ઉડવા દીધા ન હતા. ઈરાનના  પ્રત્યે ફ્રાન્સનું વલણ અત્યંત અસહકારી રહ્યું છે.  પરંતુ હવે ઈરાનને સફળતાપૂર્વક ખતમ કરી દેવામાં આવ્યું છે. અમેરિકા આ ​​યાદ રાખશે