Thu Jun 18 2026

Logo

ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને ફરી ધમકી, કહ્યું હવે આ હશે આગામી ટાર્ગેટ

Washington   2026-04-03 12:04:00
Author: Chandrakant Kanoja
Article Image

વોશિંગ્ટન: મિડલ ઈસ્ટમાં અમેરિકા  ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાનને ધમકી આપી છે. તેમજ કહ્યું છે કે અમેરિકન સૈન્યએ હજુ સુધી ઈરાનના અનેક લક્ષ્યોને નષ્ટ કરવાનું શરૂ નથી કર્યું. તેમજ એવું લાગે છે કે પાષાણ યુગ હજુ ઘણો દૂર છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ પોસ્ટ ઈરાનમાં સૌથી મોટા  પુલને તોડી પાડયા બાદ કરી છે.

હજુ સુધી ઈરાન પર સંપૂર્ણ તાકાતથી  હુમલા નથી કર્યા

ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર જણાવ્યું  હતું કે અમે હજુ સુધી ઈરાન પર સંપૂર્ણ તાકાતથી  હુમલા નથી કર્યા. તેમજ અમે અત્યારે માત્ર પૂલોને નિશાન બનાવ્યા છે. તેમજ તેની બાદ પણ જો ઈરાન કરાર કરવા સંમત નહિ થાય તો પાવર પ્લાન્ટ પર  હુમલા કરવામાં આવશે.  ટ્રમ્પે અગાઉ પણ  જણાવ્યું હતું કે આગામી બે થી ત્રણ અઠવાડિયામાં ઈરાન પર મોટા હુમલા કરવામાં આવશે. 

પાવર પ્લાન્ટ પર મોટો હુમલો કરવામાં આવશે 

અમેરિકા અને ઇઝરાયલે અત્યાર સુધી  અસંખ્ય ઈરાની લશ્કરી થાણાઓ, મિસાઇલ સુવિધાઓ અને ચોક્કસ માળખાગત સંપત્તિઓને નિશાન બનાવી છે; જો કે, તેઓએ પાવર પ્લાન્ટ અને મુખ્ય પુલ જેવા નાગરિક માળખાગત સુવિધાઓ પર મોટા પાયે હુમલા કરવાનું ટાળ્યું છે. ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપી છે જો હોર્મુઝ સ્ટ્રેટને આંતરરાષ્ટ્રીય શિપિંગ માટે ફરીથી ખોલવામાં નહીં આવે, તો તેના પાવર પ્લાન્ટ પર મોટો હુમલો કરવામાં આવશે. 

ખૂબ મોડું થઇ જાય તે પહેલાં સોદો કરી લો

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે અમેરિકાના  રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ડીલ કરવા, નહીં તો પરિણામો ભોગવવા ચેતવણી આપી છે. એવામાં ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે, જેમાં જોવા મળે છે કે વિસ્ફોટ બાદ એક વિશાલ પુલ તૂટી પડે છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે, આ પુલ ફરી ક્યારેય ઉપયોગમાં નહીં લઇ શકાય. ટ્રમ્પે ઈરાનને અલ્ટીમેટમ આપતા કહ્યું કે ખૂબ મોડું થઇ જાય તે પહેલાં સોદો કરી લો.

સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરીને ટ્રમ્પે લખ્યું, "ઈરાનનાં સૌથી મોટા પુલને તોડી પાડવામાં આવ્યો છે, તેને ફરી ક્યારેય ઉપયોગમાં નહીં લઇ શકાય - હજુ ઘણું બધું બાકી છે! ઈરાન માટે ખૂબ મોડું થઇ જાય, તે પહેલાં સોદો કરવાનો સમય આવી ગયો છે.