Sat Aug 29 2026

Logo

કોર્ટના આદેશથી ભડકેલા ટ્રમ્પે લીધો મોટો નિર્ણય, તમામ દેશો પર લગાવ્યો 10 ટકા ટેરિફ

Washington DC   2026-02-21 08:34:00
Author: Mayur Patel
કોર્ટના આદેશથી ભડકેલા ટ્રમ્પે લીધો મોટો નિર્ણય, તમામ દેશો પર લગાવ્યો 10 ટકા ટેરિફ

વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાની સુપ્રીમ કોર્ટે રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો આપ્યા બાદ તેમણે વધુ એક ચોંકાવનારો નિર્ણય લીધો હતો. ટ્રમ્પે તમામ દેશો પર 10 ટકા ટેરિફ લગાવવાનો નિર્ણય કર્યો હતો.

શું લખ્યું ટ્રમ્પે

રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર લખ્યું, મેં ઑવલ ઓફિસથી તમામ દેશો પર 10 ટકા વૈશ્વિક ટેરિફ લગાવવા પર હસ્તાક્ષર કર્યા છે. જે તાત્કાલિક અસરથી લાગુ થશે. આ જણાવતાં મને આનંદ થઈ રહ્યો છે.

 

આ પહેલાં પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ટ્રમ્પે કહ્યું, 1974ના ટ્રેડ એક્ટની કલમ 122 અંતર્ગત 10 ટકા વૈશ્વિક ટેરિફ લગાવવાનો આદેશ આપીશું. જે વર્તમાન ટેરિફથી વધારે હશે. હું આનાથી પણ વધારે ટેરિફ લગાવી શકું છું.

150 દિવસ સુધી લાગુ રહેશે ટેરિફ

ટ્રેડ એક્ટની કલમ 122 અંતર્ગત લગાવવામાં આવેલો ટેરિફ 150 દિવસ સુધી લાગુ રહેશે.  આ દરમિયાન તંત્ર અન્ય દેશો પર યોગ્ય ટેરિફ લગાવવા જરૂરી તપાસ કરશે.  આ ઉપરાંત ટ્રમ્પે એવો પણ સંકેત આપ્યો કે જરૂર પડશે તો ટેરિફ વધારવામાં પણ આવશે. અમે જે ઈચ્છીએ તે કરી શકીએ છીએ. 

ટ્રમ્પના જણાવ્યા અનુસાર, મેં અમેરિકાને ફરીથી મહાન બનાવવા માટે પાછલા વર્ષ દરમિયાન ટેરિફનો ખૂબ જ અસરકારક રીતે ઉપયોગ કર્યો છે. આપણું શેરબજાર તાજેતરમાં જ ડાઉ જોન્સ પર 50,000 અને સાથે સાથે S&P પર 7,000ને પાર કરી ગયું છે, આ બે એવા આંકડા છે જે વિશે દરેકને એવું લાગતું હતું કે અમારી પ્રચંડ ચૂંટણી જીત છતાં મારા વહીવટના અંત સુધી - એટલે કે ચાર વર્ષ સુધી - પ્રાપ્ત કરી શકાશે નહીં. ટ્રમ્પે આગળ તેમના યુદ્ધો ઉકેલવાના દાવાનો ફરી એક વખત ઉલ્લેખ કરીને કહ્યું,  તેમણે જે આઠમાંથી પાંચ યુદ્ધો થાળે પાડ્યા છે તેને સમાપ્ત કરવા માટે ટેરિફનો ઉપયોગ કર્યો હતો.