મુંબઈઃ એક્ટ્રેસ દિયા મિર્ઝાએ બોલીવુડ ઈન્ડસ્ટ્રીની એ વાત કહી છે, જે જાણીને ફેન્સ પણ ચોંકી ગયા છે. ફિલ્મ 'તુમસા નહીં દેખા' વખતે એક ગીતના શૂટિંગ વખતે એની સાથે જે બન્યું એની વાત એક્ટ્રેસે દિલ ખોલીને કરી છે. દિયાએ કહ્યું કે, 100 પુરૂષોની સામે શૂટ કરવાનું મારા માટે સરળ નહોતું. દિયા મિર્ઝા કાયમ પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે ત્યારે તાજેતરમાં તેણે પોતાની ફિલ્મી કરિયરના કેટલાક કપરા દિવસોને યાદ કરતા એક કરતા અનેક ચોંકાવનારી વાત જણાવી હતી.
મારા માટે સરળ નહોતું
વર્ષ 2004માં આવેલી ફિલ્મ 'તુમસા નહીં દેખા' સાથે જોડાયેલો આ કિસ્સો છે. આ ફિલ્મનું એક ગીત છે 'મુઝે તુમસે મહોબ્બત હૈ, દિવાનગી કી હદ તક'. આ ગીત સાથે જોડાયેલો એક એક્સિપિરિયન્સ શૅર કરતા એક્ટ્રેસે કહ્યું હતું કે આ ગીતનું શૂટિંગ મારા માટે ખૂબ મુશ્કેલ હતું. આ ગીતના શુટિંગ દરમિયાન સેટ પર રહેલા મેલ સામે ઓછા કપડાં સાથે પર્ફોમ કરવાનું હતું. એટલે ટૂંકા આઉટફિટ સાથે ડાન્સ કરવાનો હતો.
શરૂઆતમાં મારા માટે આ આસાન નહોતું. આ અનુભવે મને એ ડરમાંથી મુક્તિ આપી જેની મેં ક્યારેય કલ્પના પણ કરી શકતી નહોતી, જે કોન્ફિડન્સ સાથે હું ગીત કરી શકી, એમાં કોરિયોગ્રાફર વૈભવી મર્ચન્ટ અને તેની ટીમની હતી. આ પાછળ એનું યોગદાન હતું. ગીત વખતે મને ઘણું સેફ મહેસુસ થયું હતું. પણ એક યુવતી તરીકે મારા માટે આ સૌથી મુશ્કેલીભરી એક્ટિંગ પૈકી એક હતું. આશરે 100 જેટલા પુરૂષોની સામે મારે અંડરગાર્મેંટ અને બ્રા પહેરીને શૂટ કરવું પડ્યું હતું.
પાત્રની હકીકત સમજવાની હતી
એ વખતે મને એટલું તો સમજાઈ ગયું હતું કે, એક એક્ટર માટે પાત્રની હકીકત સમજવી સૌથી વધારે જરૂરી છે. આ માટે સેટ પર આટલી મોટી સંખ્યામાં લોકો હતા, પણ પછી એનાથી મને ફરક પડ્યો નહીં.એક પાત્રમાં રહીને તમે શું બતાવવા માગો છે એનું મહત્ત્વ બીજા બધા કરતા વધારે હોય છે. એટલા માટે જ મારા માટે એ મહત્ત્વનું ન હતું કે, હોલમાં 100, 500 કે 1000 લોકો છે કે તેથી વધારે. મારા કેરિયરની શરૂઆત સાથે જોડાયેલી કેટલીક એવી હકીકત છે, જે આજે એક કલાકાર તરીકે આર્ટિસ્ટ બનાવવામાં મારી મદદ કરે છે. જો કોઈ સીનમાં હું બારિકી, ઊંડાઈ અથવા પોતાના જીવન સાથે જોડાયેલી કોઈ હકીકતને લાવી શકું, તો આનું કારણ એ વસ્તુઓને પાર કરવાનું છે જેનો સામનો મેં છેલ્લા 25 વર્ષમાં કર્યો હતો.
આ એક પ્રોસેસ છે....
આ એક સતત ચાલતી પ્રોસેસ છે, મને આશા છે આગળના દિવસોમાં પણ હું શીખતી રહીશ અને વધારે બેસ્ટ બનતી રહીશ. દિયા મૂળ હૈદરાબાદની છે. તે એક રૂઢિચુસ્ત પરિવારમાંથી આવે છે. પોતાના ફીગરને લઈ તે શરૂઆતના દિવસોમાં એટલી કોન્ફિડન્સમાં ન હતી. 'તુમસા નહીં દેખા'માં કામ કર્યા બાદ અંદરથી એક મોટો બદલાવ આવ્યો છે. આ ગીત કર્યા બાદ મને કોઈ આઝાદી મળી હોય એવો અનુભવ થયો હતો.
હકીકત એવી પણ છે કે ફિલ્મ પણ હીટ ગઈ હતી અને આ ગીત પર એટલું જ પોપ્યુલર બની ગયું હતુ. આ ફિલ્મમાં દિયાએ બાર ડાન્સરનો રોલ કર્યો હતો, જ્યારે ઈમરાન હાશમીએ એક શ્રીમંત પરિવારના દીકરાનો રોલ કર્યો હતો. તાજેતરમાં આવેલી વેબ સિરીઝ ઑપરેશન સફેદ સાગરમાં દિયાએ મસ્ત પાત્ર ભજવ્યું હતું.