Wed Aug 26 2026

Logo

દિલ્હી બુધવારે ગુજરાતને પહેલી મૅચ જીતવા દેશે? વરસાદની સંભાવના તો છે જ

2026-04-07 22:30:13
Author: Ajay Motiwala
દિલ્હી બુધવારે ગુજરાતને પહેલી મૅચ જીતવા દેશે? વરસાદની સંભાવના તો છે જ

IPL


નવી દિલ્હીઃ અહીં બુધવારે (સાંજે 7.30 વાગ્યાથી) રમાનારી મૅચમાં યજમાન દિલ્હી કૅપિટલ્સ જીતીને સતત ત્રીજી મૅચમાં પણ અપરાજિત રહેવા કોઈ કસર નહીં છોડે ત્યાં બીજી તરફ ગુજરાત ટાઇટન્સ પહેલી બન્ને મૅચ હાર્યા બાદ પહેલી વખત જીતવા મક્કમ છે.

બુધવારે દિલ્હી (Delhi)માં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. ગુજરાતનો સુકાની શુભમન ગિલ (Gill) ગરદનમાં દુખાવો હોવાથી પાછલી મૅચ નહોતો રમ્યો. 

મિડલ-ઑર્ડર બૅટ્સમૅન સમીર રિઝવી આ વખતના ટીમના પહેલા બન્ને મુકાબલામાં મૅન ઑફ ધ મૅચ બન્યો હતો એટલે તેની પાસેથી કૅપ્ટન અક્ષર (Axar) પટેલ વધુ સફળ પર્ફોર્મન્સની અપેક્ષા રાખશે જ, ઓપનર કે. એલ. રાહુલ પાસે પણ ટીમને ઘણી આશા છે. તેણે ખૂબ બૅટિંગ પ્રૅક્ટિસ કરી છે. પ્રૅક્ટિસ સેશનમાં એક તબક્કે ડૉગ મેદાન પર દોડી આવ્યો હતો અને ગુજરાત ટાઇટન્સના કૅગિસો રબાડાએ નજીકમાં શ્વાન દોડી રહ્યો હતો ત્યારે પણ બોલિંગ ચાલુ રાખીને સૌને હરાવ્યા હતા.

દિલ્હીની ટીમમાં રાહુલ ઉપરાંત ખુદ અક્ષર પટેલના તેમ જ નીતીશ રાણા અને ડેવિડ મિલર પાસે પણ દિલ્હીવાસીઓ અસલ પર્ફોર્મન્સની અપેક્ષા રાખતા જ હશે.