નવી દિલ્હીઃ IPL 2026 માં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) સામે રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને કારમી અને શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં ઋતુરાજ ગાયકવાડની ટીમ ક્યાંય ટક્કરમાં હોય તેવું દેખાયું નહોતું. આ હાર બાદ ચેન્નાઈ માટે પ્લેઓફની રેસ ઘણી મુશ્કેલ બની ગઈ છે. હાલમાં CSK ના 12 મેચમાં 12 પોઇન્ટ છે. જોકે, ફેન્સ માટે રાહતના સમાચાર એ છે કે ચેન્નાઈ હજી પણ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ નથી.
ચેન્નાઈ માટે પ્લેઓફની રેસ ઘણી મુશ્કેલ બની!
કેટલાક એવા સમીકરણો છે જે અત્યારે પણ CSK ને ટોપ-4 માં એન્ટ્રી અપાવી શકે છે. તેના માટે આગામી મેચોમાં ચેન્નાઈએ ઘણી મહેનત કરવાની રહેશે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ચેન્નાઈએ આગામી બંને મેચો જે SRH અને GTસામે છે તેમાં સારૂ જ નહીં પરંતુ ખૂબ સારા પોઈન્સ સાથે જીતવું પડશે. પ્લેઓફની રેસમાં સુરક્ષિત રહેવા માટે CSK એ આ બંને મેચો માત્ર જીતવી જ નહીં, પરંતુ મોટા માર્જિનથી જીતવી પડશે. જો બંને મેચ જીતશે તો ટીમ 16 પોઇન્ટ પર પહોંચી જશે, જે ક્વોલિફિકેશન માટે ઘણો મજબૂત આંકડો માનવામાં આવે છે.
હૈદરાબાદ અને ગુજરાત સામે જીતવું પડશે
માત્ર મેચ જીતવાથી કામ નહીં ચાલે. હાલમાં પોઇન્ટ ટેબલ એટલું ટાઈટ છે કે મામલો નેટ રન રેટ પર આવી શકે છે. હૈદરાબાદ અને ગુજરાત સામે મોટી જીત મેળવીને ગાયકવાડની ટીમે પોતાનો રન રેટ પ્લસ (+) માં મજબૂત કરવો પડશે, જેથી સમાન પોઇન્ટ હોવા છતાં તેઓ આગળ નીકળી શકે. CSK એ પોતાના પ્રદર્શનની સાથે સાથે પોઇન્ટ ટેબલની અન્ય 3 ટીમોની હાર-જીત પર પણ નિર્ભર રહેવું પડશે. મૂળ વાત એ છે કે, CSK માટે આગામી મે મેચો ખૂબ જ નિર્ણાયક રહેવાની છે.
રાજસ્થાન રોયલ્સ (RR) નું ગણિત શું કહે છે?
રાજસ્થાનની ટીમ હાલમાં પોઇન્ટ ટેબલમાં 5મા નંબરે છે અને તે વધુમાં વધુ 18 પોઇન્ટ સુધી પહોંચી શકે તેમ છે. ચેન્નાઈની ઈચ્છા એવી હશે કે રાજસ્થાન રોયલ્સ તેની આગામી 3 મેચોમાંથી ઓછામાં ઓછી 2 મેચ હારી જાય, જેથી તેઓ 14 પોઇન્ટ પર જ અટકી જાય.ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલી પંજાબની ટીમ પણ હારે તો ચેન્નાઈને ફાયદો થઈ શકે છે. CSK એ એવી પ્રાર્થના કરવી પડશે કે પંજાબ તેની આગામી 2 મેચમાંથી કોઈપણ એક મેચ હરી જાય, જેથી તેઓ મહત્તમ 15 પોઇન્ટ સુધી જ સિમિત રહે!
સનરાઇઝર્સ હૈદરાબાદ પર પણ ચેન્નાઈની નજર છે. કારણ કે, જો આગામી મેચોમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સતત મેચો હારે છે, તો પણ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ટોપ-4 નો રસ્તો એકદમ આસાન અને સાફ થઈ જશે. ચેન્નાઈ સુપર કિંગ્સનું ભવિષ્ય અત્યારે તેમના પોતાના હાથમાં જ છે. જો તેઓ આગામી બંને મેચો ધમાકેદાર અંદાજમાં જીતી લે છે, તો નસીબ પણ તેમનો સાથ આપશે અને ડિફેન્ડિંગ ચેમ્પિયન્સ માટે પ્લેઓફના દરવાજા ખુલી જશે. આગામી બંને મેચોમાં ચેન્નાઈ કેવું પ્રદર્શન કરે છે તેના પર સૌની નજર રહેવાની છે.