Thu Aug 20 2026

Logo

પેટ્રોલમાં ઈથેનોલ મિશ્રણ મુદ્દે વિપક્ષ અને કેન્દ્ર સરકાર સામસામે: રાહુલ ગાંધીના પ્રહારો સામે હરદીપ સિંહ પૂરીએ કરી સ્પષ્ટતા

2026-08-07 20:03:24
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક સમયથી દેશમાં પેટ્રોલમાં ઈથેનોલ વિષયને લઈ ચર્ચા ચાલી રહી છે. આ વિષય પર ગંભીર વાત કરીને વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર ટોણો માર્યો છે. રાહુલ ગાંધીનો એક નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પેટ્રોલમાં ઈથેનોલ મિક્સ કરવા મામલે સરકારી નિર્ણય E20 પેટ્રોલ પોલિસી પર મોટો ટોણો માર્યો છે. સામે આવેલા રાહુલ ગાંધીના નવા વીડિયોમાં તેઓ એક કારની પેટ્રોલની ટાંકી ખોલીને પ્રજા સામે એક સમસ્યા અંગે સમજાવી રહ્યા છે. 

સામાન્ય નાગરિકોને ફટકો

કેન્દ્ર સરકાર પર ટોણો મારતા તેમણે એવું કહ્યું કે, દાલ મેં કુછ કાલા નહીં, પૂરી દાલ હી કાલી હૈ. સોશિયલ  મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વીડિયો પોસ્ટ કરતા નેતાએ કહ્યું કે, E20 પેટ્રોલનો આ મુદ્દો કોઈ નાનો કહી શકાય એવો કેસ નથી. આ દેશ માટે મહત્ત્વની બાબત છે. આ પ્રકારના પેટ્રોલથી લોકોની કાર અને બાઈક્સ ખરાબ થઈ રહ્યા છે. આનાથી સામાન્ય માણસના જીવન પર માઠી અસર ઊભી થઈ રહી છે. આનાથી પ્રજાના ખિસ્સા પર સીધો ફટકો પડી રહ્યો છે. 

સરકાર હવે આ પોલિસીમાં ફેરફારના માધ્યમથી લોકોના ખિસ્સા પર વધારે ડામ દઈ રહી છે. પણ કોઈ આ અંગે સ્પષ્ટ જવાબ આપી રહ્યા નથી. આનાથી એક સામાન્ય નાગરિકને શું ફાયદો થશે અને શું ફાયદો થઈ રહ્યો છે એ અંગે સમજાવો. આ સમયે દેશમાં ભ્રષ્ટાચારને લઈ એટલા વિષયો છે કે, એ નક્કી કરવું કઠિન છે કે, કઈ વાત પર પહેલા ફોકસ કરવામાં આવે. મામલાઓને સિક્વન્સમાં કરી દઉં કે શું?

આંકડાકીય વિગત આવી છે

આ મુદ્દાને લઈને ચર્ચા કરવાની જરૂર નથી કારણ કે, એ મોટા કદ પર આ પ્રશ્નો ઊઠી રહ્યા છે. અમે ઊઠાવીશું અને સરકારને આ વિષય પર ઘેરીશું. કેન્દ્રીય પેટ્રોલિયમમંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે, ભારતનો બાયોફ્યુઅલ બ્લેડિંગ પ્રોગ્રામ ખૂબ જ સારી રીતે આગળ વધી રહ્યો છે. કેટલાક લોકો આના પર પાયાવિહોણા આરોપ મૂકી રહ્યા છે. વગર કારણે વિષયને વિવાદાસ્પદ બનાવી રહ્યા છે. વિવાદ ઊભો કરવા વધુ પ્રયાસ કરી રહ્યા છે. આ જ મુદ્દા પર જવાબ આપતા રાહુલ ગાંધીએ જવાબ વીડિયો પોસ્ટ કરીને આપ્યો. દેશના પેટ્રોલ પંપ પર આશરે 6થી 7 કરોડ ગ્રાહકો ફ્યુઅલિંગ કરાવે છે. 

હવે કોઈ વસ્તુમાં મિશ્રણની વાત સામે આવે છે તો મિલાવટ તો કોઈ પણ વસ્તુઓમાં થઈ શકે છે. ખાવાની આઈટમ હોય કે, શ્વાસ લેવા માટેની હવા હોય, કેરોસીન હોય કે ડીઝલ હોય. આ વિષય પર હરદીપ સિંહ પૂરીએ કહ્યું કે, સરકારે આ અંગે તપાસ કરાવી છે. તપાસ દરમિયાન દરરોજ 2000 પેટ્રોલ પંપ પરથી સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. દેશભરમાં 1 લાખથી વધારે પેટ્રોલ પંપ પર તપાસ દરમિયાન ચાર જગ્યાઓ પર કેટલીક સમસ્યાઓ જોવા મળી હતી. 

સરકારની સ્પષ્ટતા

મંત્રીએ કેટલીક અલગ-અલગ ઘટનાઓના આધારે હંગામો મચાવવાની યોગ્યતા પર પ્રશ્ન ઉઠાવ્યો, કારણ કે લાખો લોકો દરરોજ પેટ્રોલ પંપની મુલાકાત લે છે. કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટતા કરી કે કેટલાક વ્યક્તિઓ રાજકીય લાભ માટે અથવા સંપૂર્ણ માહિતીના અભાવે આ મુદ્દાને ઉછાળી રહ્યા છે અને સંદર્ભની બહાર રજૂ કરી રહ્યા છે. 

તેમણે બે વાર કહ્યું કે સરકાર પર્યાવરણનું રક્ષણ કરવા અને ક્રૂડ ઓઇલ આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે સંપૂર્ણ પારદર્શિતા સાથે આ નીતિ પર કામ કરી રહી છે.પેટ્રોલ પર ઈથેનોલને લઈને વિવાદ જે ઊઠ્યો છે એ કંઈ આજકાલનો નથી. પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલનું મિશ્રણ કરવામાં આવી રહ્યું છે એ વિષયને લઈને વિપક્ષે ગંભીર વિરોધ કર્યો છે. આ વિવાદ હવે વધારે ચર્ચામાં છે. રાહુલ ગાંધીએ આ અંગે સરકારને સવાલ કરવાની તૈયારી કરી લીધી છે.