Mon Oct 05 2026

Logo

ચૅમ્પિયન્સ લીગમાં રિયલ મૅડ્રિડ અને પીએસજીએ ચડિયાતા ક્રમની ટીમને હરાવી

2026-03-12 21:45:35
Author: Ajay Motiwala
ચૅમ્પિયન્સ લીગમાં રિયલ મૅડ્રિડ અને પીએસજીએ ચડિયાતા ક્રમની ટીમને હરાવી

મૅડ્રિડઃ ચૅમ્પિયન્સ લીગ ફૂટબૉલ ચૅમ્પિયનશિપમાં બુધવારે રિયલ મૅડ્રિડે મૅન્ચેસ્ટર સિટીને 3-0થી અને પૅરિસ સેન્ટ-જર્મેઇન (PSG)એ ચેલ્સીને 5-2થી હરાવીને 16 ટીમના રાઉન્ડમાં સ્થિતિ સુધારી લીધી હતી.

2025-'26ની સીઝનમાં આર્સેનલ 24 પૉઇન્ટ સાથે મોખરે છે તથા બાયર્ન 21 પૉઇન્ટ અને લિવરપુલ 18 પૉઇન્ટ સાથે અનુક્રમે બીજા-ત્રીજા ક્રમે છે.

રિયલ મૅડ્રિડ (Real Madrid)નો આ પૉઇન્ટ્સ-ટેબલમાં છેક નવમો ક્રમ છે અને એણે આઠમા નંબરની મૅન્ચેસ્ટર સિટી ટીમને પરાજિત કરી હતી. બીજી તરફ, ડિફેન્ડિંગ ચૅમ્પિયન પીએસજી અગિયારમા નંબર પર છે અને એણે છઠ્ઠા ક્રમની ચેલ્સીની ટીમને પરાજિત કરી હતી.

આર્સેનલની ટીમ મોખરાની ટીમે બુધવારે લીવરકુસન સામેની મૅચ 1-1થી ડ્રૉ કરાવીને પરાજયના આબરૂથી બચી ગઈ હતી. લીવરકુસન વતી રોબર્ટ ઍન્ડ્રિચે 46મી મિનિટમાં ગોલ કર્યો ત્યાર બાદ આર્સેનલના ખેલાડીઓ ગોલની બરાબરી માટે ખૂબ ઝઝૂમ્યા હતા અને છેક કેસ હેવટ્ઝે 89મી મિનિટમાં પેનલ્ટીથી ગોલ કરીને મૅચ ડ્રૉ કરાવી હતી. અન્ય એક મૅચમાં ઍટ્લેટિકો મૅડ્રિડે ટૉટનમ સામે 5-2થી વિજય મેળવ્યો હતો.