Tue Oct 20 2026

Logo

મેટાના કન્ટેન્ટ પ્રમોશન સિસ્ટમ સામે કેન્દ્ર સરકારે વાંધો ઊઠાવ્યો, Fb-Insta. માટે એડવાઇઝરી

2026-10-19 09:31:00
Author: Mumbai Samachar Team
મેટાના કન્ટેન્ટ પ્રમોશન સિસ્ટમ સામે કેન્દ્ર સરકારે વાંધો ઊઠાવ્યો, Fb-Insta. માટે એડવાઇઝરી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કંપની મેટાને આદેશ આપ્યો છે કે, કંપની પોતાની કેટલીક કન્ટેટ પોલિસીમાં ફેરફાર કરે. રિકમેંજેશન સિસ્ટમ અંતર્ગત કોઈપણ યુઝર્સને કોઈ એક જ વિષયને લગતા કે એ વિષયને સંબંધિત કોન્ટેટ વારંવાર ન દેખાડે. ચોક્કસ વિચારધારા વાળી કે એ વિષય સંબંધિત પોસ્ટને વારંવાર ન બતાવે. ઈલેટ્રોનિક્સ અને સૂચના મંત્રાલયે તા.10 ઑક્ટોબરના રોજ જાહેર કરેલી કેટલીક ગાઈડલાઈન્સ અનુસાર ભ્રામક સામગ્રી પર વૉચ વધારવા અને સાર્વજનિક વ્યવસ્થા બગડે એવી પોસ્ટને યુદ્ધના ધોરણે દૂર કરવા માટે કહ્યું છે. 

મેટાને આપ્યા આદેશ
કેન્દ્ર સરકારે મેટાને ઘટના સંબંધિત કેટલાક ફોટો, વીડિયો, ગ્રાફિક્સ અને અન્ય સામગ્રી સાથે યોગ્ય સૉર્સ આપવા માટેનું પણ કહ્યું છે. ખાસ કરીને તારીખ, વાર, સ્થાન, પ્રમાણિત કોન્ટેટ તથા જે તે પરિસ્થિતિને માટે યોગ્ય જાણકારી આપવા કહ્યું છે. આવી જાણકાર સામાન્ય રીતે કોઈ યુઝર્સ પાસે હોતી નથી અને એટલી ઝડપથી પહોંચતી પણ નથી.
 

 સરકારે જૂના વીડિયોને વર્તમાન ઘટનાઓ તરીકે રજૂ કરવા, ભ્રામક દાવાઓ કરવા અને પસંદગીયુક્ત રીતે એડિટ ફૂટેજ ફેલાવવા અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે.  આ સલાહકારીમાં કોઈ ચોક્કસ ઘટનાનો ઉલ્લેખ નથી, પરંતુ આ પગલું દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે થઈ રહેલા વિરોધ પ્રદર્શનોની વચ્ચે લેવામાં આવ્યું છે. ખાસ કરીને જ્યારે આ વિરોધ પ્રદર્શનના કેટલાય વીડિયો સોશિયલ મીડિયા પર જોરશોરથી પોસ્ટ કરવામાં આવી રહ્યા હતા એ ઘટનાને સરકારે ગંભીરતાથી લીધી છે. 

સરકારને સહકારની અપેક્ષા
આ સલાહકારીમાં મેટાને તેની કન્ટેન્ટ રેન્કિંગ અને ભલામણ પ્રણાલીઓની સમીક્ષા કરવા તેમજ હિંસા ભડકાવતી કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતી સામગ્રીને ઓળખવા માટે દેખરેખ મજબૂત કરવા જણાવાયું છે.  તેમાં 'ઇન્ફોર્મેશન ટેક્નોલોજી રૂલ્સ, 2021' (માહિતી ટેકનોલોજી નિયમો, 2021) અનુસાર કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે સમયસર સહકાર આપવાની અપેક્ષા પર ભાર મૂકવામાં આવ્યો છે.

મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, વિવિધ એજન્સીઓએ એવી ચિંતા વ્યક્ત કરી હતી કે મેટાના પ્લેટફોર્મ પર તમામ દ્રષ્ટિકોણોને સમાન રીતે પ્રોત્સાહન આપવામાં આવતું નથી. આ વાત એવા સમયે સામે આવી છે જ્યારે દેશમાં સતત વિરોધ પ્રદર્શનના વીડિયો પોસ્ટ કરવામાં આવી રહ્યા હતા.