જામનગર: ગુજરાતમાં વિજયાદશમી પર્વ નિમિતે જામનગરમાં રાજપૂત સમાજ દ્વારા 'શસ્ત્ર પૂજન' કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર રાજપૂત યુવા સંઘ' દ્વારા ક્ષત્રિયોની પરંપરાગત પ્રથાનું પાલન કરવામાં આવ્યું હતું. તેમણે આશાપુરા માતાની આરાધના કરી અને અત્યંત શ્રદ્ધાપૂર્વક પોતાના પરંપરાગત શસ્ત્રોનું પૂજન કર્યું. જેમાં ક્ષત્રિય સમાજના યુવાનોએ આ કાર્યક્રમમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શસ્ત્ર પૂજન દરમિયાન તેમણે તલવાર કટાર અને રિવોલ્વર સહિતના વિવિધ શસ્ત્રોની પૂજા કરી હતી. ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ પણ પોતાની રિવોલ્વરની પૂજા કરીને આ પરંપરામાં સહભાગી થયા હતા.
રીવાબા જાડેજાએ દશેરાની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી
આ કાર્યક્રમમાં ક્ષત્રિય સમુદાયની ગૌરવશાળી પરંપરાઓ અને સંસ્કૃતિને તેમજ રાષ્ટ્રહિત પ્રત્યેની તેમની અડગ સમર્પણ ભાવનાને ઉજાગર કરવા માટે યોજાયો હતો. જ્યારે મંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, દશેરા દરમિયાન કરવામાં આવતી 'શસ્ત્ર પૂજન'ની પરંપરા ઊંડી શ્રદ્ધા અને નિષ્ઠા સાથે જોડાયેલી છે. તેમણે આ અવસરે સમુદાયને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
જામનગરમાં રિવાબા જાડેજાએ કર્યું પરંપરાગત શસ્ત્ર પૂજન | Dussehra Celebration જામનગરમાં દશેરાના પાવન અવસરે જામનગર રાજપૂત યુવા સંઘ દ્વારા ક્ષત્રિય સમાજની પરંપરા મુજબ ભવ્ય દશેરા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતનાં મંત્રી રિવાબા જાડેજાએ આ પ્રસંગે પરંપરાગત શસ્ત્ર પૂજનમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દ્વારા ક્ષત્રિય સમાજની પરંપરા, સંસ્કૃતિ અને ગૌરવને ઉજાગર કરવામાં આવ્યું હતું. #RivabaJadeja #Jamnagar #Dussehra #ShastraPujan #Vijayadashami #RajputCommunity #KshatriyaSamaj #GujaratNews #DussehraCelebration #GujaratiNews Rivaba Jadeja, Rivaba Jadeja Shastra Pujan, Jamnagar Dussehra Celebration, Shastra Pujan 2026, Gujarat Minister Rivaba Jadeja, Rajput Yuva Sangh Jamnagar, Kshatriya Community Dussehra, Vijayadashami Celebration, જામનગર સમાચાર, રિવાબા જાડેજા, શસ્ત્ર પૂજન, દશેરા મહોત્સવ, રાજપૂત સમાજ, ક્ષત્રિય સંસ્કૃતિ
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) October 20, 2026
શસ્ત્ર પૂજન કરવાથી વિજય અને સમૃદ્ધિના આશીર્વાદ
ઉલ્લેખનીય છે કે, રાજપૂત સમુદાયમાં દશેરાના તહેવાર નિમિત્તે 'શસ્ત્ર પૂજન' કરવાની સદીઓ જૂની પરંપરા રહી છે. આ દિવસે રાજપૂત પરિવારો અને ક્ષત્રિય સમુદાયના સભ્યો પરંપરાગત રીત-રિવાજો અનુસાર તલવારો, ભાલાં અને અન્ય શસ્ત્રોનું પૂજન કરે છે. આ પ્રથાને શક્તિ, સાહસ, પરાક્રમ અને ધર્મના રક્ષણના પ્રતીક તરીકે જોવામાં આવે છે. એવી માન્યતા છે કે વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજન કરવાથી વિજય અને સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.