સ્ટ્રાસબર્ગ (ફ્રાન્સ): કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ ગુરુવારે કેનેડાના યુરોપિયન યુનિયનના પ્રથમ એસોસિએટ સભ્ય બનવાના પ્રસ્તાવનું સ્વાગત કર્યું, પરંતુ સાથે તેમણે કહ્યું કે તેમનો હેતુ એક એવું ગઠબંધન બનાવવાનું નથી જે વિશ્વની મહાન શક્તિઓને ટક્કર આપી શકે.
તેમણે આ ટિપ્પણી એવા સમયે કરી છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે પ્રસ્તાવિત વ્યવસ્થા "એક દુશ્મન" જેવું કૃત્ય હોઈ શકે છે અને જો તેમને તેમના ઈરાદા પ્રમાણિક લાગશે નહીં તો તેમણે યુરોપ પર ભારે ટેરિફ લાદવાની ધમકી આપી હતી. ટ્રમ્પે આ વિચારને "હાસ્યાસ્પદ" પણ ગણાવ્યો હતો.
કાર્નીએ બુધવારે રજૂ કરાયેલા યુરોપિયન યુનિયનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેનના પ્રસ્તાવ પર યુરોપિયન સંસદમાં કહ્યું હતું કે "અમે આ મહત્વાકાંક્ષાનું સ્વાગત કરીએ છીએ." કાર્નીએ કહ્યું કે તેઓ જે પ્રસ્તાવ મૂકી રહ્યા હતા તે વેપાર, સંરક્ષણ, મહત્વપૂર્ણ મિનરલ્સ, એઆઈ, ઊર્જા, અવકાશ, સંશોધન અને નાણાકીય સેવાઓમાં કેનેડા-યુરોપ વચ્ચે તાલમેલ વધે, જેથી બંન્ને પક્ષ આર્થિક અને ભૂ-રાજકીય દબાણ સામે સારી રીતે ટક્કર આપી શકે. હું મહાન શક્તિઓને ટક્કર આપવા માટે કોઈ ત્રીજા જૂથનો પ્રસ્તાવ રજૂ કરી રહ્યો નથી. અમે બીજાઓ પર પ્રભુત્વ મેળવવા માટે શક્તિ ઈચ્છતા નથી."