નવી દિલ્હીઃ નવી દિલ્હીમાં 12 અને 13 સપ્ટેમ્બરે 18મી બ્રિક્સ (BRICS) સમિટનું આયોજન થઈ રહ્યું છે. બ્રિક્સ એ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સમૂહોમાંનું એક છે, જેમાં ભારત, ચીન અને રશિયા સહિત કુલ 11 દેશોનો સમાવેશ થાય છે. તે વૈશ્વિક રાજકીય અને આર્થિક શાસનને લગતા મુદ્દાઓ પર પરામર્શ અને સહયોગ સાધવા માટે આ દેશોને એક મંચ પૂરું પાડે છે, જોકે બ્રિક્સની શરૂઆત 11 દેશોના સમૂહ તરીકે થઈ ન હતી. તેની શરૂઆત માત્ર ચાર દેશોના જૂથ તરીકે થઈ હતી.
કેવી રીતે બન્યું BRICS?
બ્રિક્સની સ્ટોરી એક અર્થશાસ્ત્રીના રીસર્ચ પેપરથી શરૂ થઈ હતી. એવું માનવામાં આવે છે કે, વર્ષ 2001માં અર્થશાસ્ત્રી જીમ ઓનીલે એક રીપોર્ટ જાહેર કર્યો હતો, જેમાં તેમણે બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીનને દુનિયાને સૌથી વધારે ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાના રૂપ તરીકે સ્વીકારી હતી. આ પછી જ બ્રિક્સ શબ્દ જાણીતો થયો અને દુનિયાને મળ્યો. દરેક દેશના નામનો પહેલો અંગ્રેજી અક્ષર લઈને બ્રિક્સ તૈયાર થયું. જ્યારે આ શબ્દ તૈયાર થયો એ સમયે આ ગ્રૂપનું વાસ્તવિક ધોરણે કોઈ અસ્તિત્વ ન હતુ. આ સ્ટોરી આગળ વધી અને વર્ષ 2006માં ખરી સ્ટોરી શરૂ થઈ. વર્ષ 2006માં ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન બ્રિક્સ દેશના વિદેશ મંત્રીઓની પહેલી બેઠક યોજાઈ હતી. જેમાં બ્રિક્સને એક ઔપચારિક રૂપ આપવામાં આવ્યું હતું. તેની સ્થાપના ઉભરતી મુખ્ય અર્થવ્યવસ્થાઓને એકબીજા સાથે—આર્થિક અને રાજકીય એમ બંને રીતે—જોડવા અને વૈશ્વિક મંચ પર વિકાસશીલ દેશોનો અવાજ મજબૂત કરવા માટે કરવામાં આવી હતી.

પ્રથમ સંમેલન ક્યારે યોજાયું?
પ્રથમ BRIC શિખર સંમેલન 2009માં યોજાયું હતું. તે રશિયાના યેકાટેરિનબર્ગ ખાતે યોજાયું હતું. આ ઘટના BRICના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ હતી, કારણ કે હવે આ ચાર દેશો વચ્ચેનો સહયોગ તેમના નેતાઓનાં સ્તર સુધી પહોંચી ગયો હતો. તેની સ્થાપના ઉભરતી મુખ્ય અર્થવ્યવસ્થાઓને એકબીજા સાથે આર્થિક અને રાજકીય એમ બંને રીતે જોડવા અને વૈશ્વિક મંચ પર વિકાસશીલ દેશોનો અવાજ મજબૂત કરવા માટે કરવામાં આવી હતી. પ્રથમ BRIC શિખર સંમેલન 2009માં યોજાયું હતું. તે રશિયાના યેકાટેરિનબર્ગ ખાતે યોજાયું હતું. આ ઘટના BRICના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ હતી, કારણ કે હવે આ ચાર દેશો વચ્ચેનો સહયોગ તેમના નેતાઓનાં સ્તર સુધી પહોંચી ગયો હતો.
માત્ર પાંચ દેશ જ નથી, બીજા દેશ પણ છે સભ્ય
દક્ષિણ આફ્રિકા 2010માં આ જૂથમાં જોડાયું હતું. દક્ષિણ આફ્રિકાને સામેલ કરવાનો નિર્ણય ન્યૂયોર્કમાં યોજાયેલી BRIC દેશોના વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન લેવામાં આવ્યો હતો. ત્યારબાદ, દક્ષિણ આફ્રિકાએ 2011માં સાન્યા ખાતે યોજાયેલી ત્રીજી BRICS સમિટમાં ભાગ લીધો હતો. દક્ષિણ આફ્રિકાના જોડાણ સાથે, BRIC દેશોનું જૂથ BRICS બન્યું અને તેમાં સભ્યોની સંખ્યા ચારથી વધીને પાંચ થઈ. 2024માં આ જૂથનો વધુ વિસ્તાર થયો, જેમાં ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત સભ્યો બન્યા, જેનાથી જૂથમાં દેશોની કુલ સંખ્યા દસ થઈ ગઈ. આ પાંચ દેશોના ઉમેરાના માત્ર એક વર્ષ બાદ, 2025માં ઇન્ડોનેશિયા પણ BRICSનો હિસ્સો બન્યું, જેનાથી તે 11 દેશોનું જૂથ બની ગયું. હાલમાં, BRICS જૂથમાં બ્રાઝિલ, ચીન, ઇજિપ્ત, ઇથોપિયા, ભારત, ઇન્ડોનેશિયા, ઈરાન, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા અને સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થાય છે.