Sun Jul 26 2026

Logo

સંસદમાં LPG અંગે ચર્ચા કરવા વિપક્ષની માંગ! હંગામો થતા લોકસભાની કાર્યવાહી સ્થગિત

2026-03-13 11:48:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ સંસદમાં બજેટ સત્રના બીજા ચરણમાં શરૂ થયેલી સદનની કાર્યવાહીમાં આજે ફરી હંગામો શરૂ થયો હતો. સદનમાં હંગામો શરૂ થયાં સંદનની કાર્યવાહીને સ્થગિત કરી દેવામાં આવી છે. સદનની કાર્યવાહીને બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. ભારતમાં એલપીજીની અછતને લઈને વિરોધ પક્ષ દ્વારા સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 

એલપીજી અંગે સદનમાં ચર્ચા કરવાની માંગણી

વધુ વિગતે વાત કરવામાં આવે તો, આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે રાજ્યસભામાં નિયમ 267 અંતર્ગત કાર્યવિરામની નોટિસ આપી અને દેશમાં એલપીજીની અછત અને ગેસની કિંમતોમાં થતો વધારો અને હોટલો સહિતના ઉદ્યોગમાં થતી તેની અસર અંગે સદનમાં ચર્ચા કરવાની માંગણી કરી છે. એલપીજીને લઈને અત્યારે તમામ વિપક્ષી પાર્ટીઓ વિરોધ પ્રદર્શન કરીને સરકાર પાસે તેનો જવાબ માંગી રહી છે. 

કોંગ્રેસ સાંસદ મનોજ કુમારે પણ સરકાર પર વાક્ પ્રહાર કર્યો

આ મામલે કોંગ્રેસ સાંસદ મનોજ કુમારે પણ સરકાર પર વાક્ પ્રહાર કર્યો છે. સાંસદ મનોજ કુમારે કહ્યું કે, ‘એલપીજીની કિંમતોમાં વુદ્ધ માટે કોણ જવાબદાર છે, વિપક્ષ કે સરકાર? આખો દેશ જોઈ રહ્યો છે, તમે (ભાજપવાળા) લોકોને ગેરમાર્ગે દોરી નહીં શકો’. વિપક્ષ આ મુદ્દે સદનમાં ચર્ચા કરવા માંગે છે. જેના કારણે આજે પણ સદનની કાર્યવાહી દરમિયાન હોબાળો થયો હતો. સંદનમાં હોબાળો થતા સંદનની કાર્યવાહીને સ્થગિત કરવી પડી હતી. 

પીએમ મોદીએ એલપીજી મામલે વિપક્ષ પર નિશાન સાધ્યું

એલપીજી મામલે સરકારનું કહેવું છે કે, વિપક્ષી નેતાઓ લોકોને ખોટી માહિતી આપીને ભડકાવી રહ્યાં છે. ભારત પાસે તેનો પુરતો સ્ટોક છે. એટલે લોકોએ ગભરાઈને ગેસ સિલિન્ડર બુક કરવાની જરૂર નથી. પીએમ મોદી દ્વારા પણ આ અંગે સત્તાવાર રીતે એક નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે પણ વિપક્ષ પર સીધી રીતે વાક્ પ્રહાર કર્યો હતો.