Fri Sep 11 2026

Logo

બિહારની બાગમતી નદીમાં 40 લોકો ભરેલી બોટ પલટી, કોઇ જાનહાનિ નહિ

2026-07-19 21:42:27
Author: Chandrakant Kanoja
બિહારની બાગમતી નદીમાં 40 લોકો ભરેલી બોટ પલટી, કોઇ જાનહાનિ નહિ

સીતામઢી: બિહારના સીતામઢી જિલ્લાના બાગમતી નદીના ખડકા ઘાટ પર એક મોટી બોટ દુર્ઘટના ઘટી હતી. જેમાં 40 લોકો ભરેલી બોટ અચાનક પલટી ગઇ હતી. જોકે, સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરતા મોટી જાનહાનિ ટળી હતી. 

આ  બોટ પલટી ગયા બાદ નદીમાં પડેલા યાત્રિકોએ બૂમાબૂમ કરી હતી. જેના પગલે સ્થાનિક લોકો બચાવ કાર્યમાં જોડાયા હતા. તેમજ એક પછી એક તમામ લોકોને બચાવી લીધા હતા. 

બોટ ક્ષમતા કરતાં વધુ મુસાફરોને લઈ જઈ રહી હતી

આ દુર્ઘટના નજરે જોનારે જણાવ્યું હતું કે, બોટ  તેની ક્ષમતા કરતાં વધુ મુસાફરોને લઈ જઈ રહી હતી. નદી કિનારાથી દૂર જતાં જ ઓવરલોડિંગને કારણે તે સંતુલન ગુમાવી બેઠી અને પલટી ગઈ હતી.  બોટ પલટી જતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને  મદદ માટે બૂમો પાડી રહ્યા હતા. 

લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા

આ દરમિયાન, નદી કિનારા પર ગ્રામજનો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. તેમજ ઘણા લોકોએ વિલંબ કર્યા વિના નદીમાં કૂદી પડ્યા અને લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.