Fri May 01 2026

Logo

ઓસ્ટ્રેલિયાના PM અલ્બેનીઝને જીવનું જોખમ! તાબડતોબ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા...

Canberra   2026-02-24 22:34:53
Author: Savan Zalariya
Article Image

કેનબરા: આજે મંગળવારે ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝના જીવને જોખમ હોવાના ઇનપુટ્સ મળતા ખળભળાટ મચી ગયો હતો. ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસે સાંજે વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝને કેનબેરા સ્થિત તેમના સત્તાવાર નિવાસસ્થાનમાંથી બહાર કાઢ્યા હતાં, પોલીસ અધિકારીઓ તેમણે સુરક્ષિત સ્થળે લઇ ગયા હતાં.

ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસના જણાવ્યા મુજબ સાંજે 6 વાગ્યે સુરક્ષા એજન્સીઓએ વડા પ્રધાનના નિવાસસ્થાનની આસપાસ સંભવિત ખતરાની જાણ થઇ હતી. સાવચેતીના પગલા રૂપે ફેડરલ પોલીસે વડાપ્રધાન અલ્બેનીઝને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતાં.

વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાનમાં ઓસ્ટ્રેલિયન પોલીસે ત્રણ કલાક સુધી તપાસ કરી હતી, પોલીસને કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. વડા પ્રધાન કાર્યાલયે ફેડરલ પોલીસ પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને તેમના કાર્ય માટે તેમનો આભાર માન્યો છે.

વધુ માહિતીની રાહ:
અધિકારીઓએ હજુ ખુલાસો કર્યો નથી કે વડાપ્રધાન પર કેવા પ્રકારનું જોખમ હતું, અધિકારીઓના જણાવ્યા મુજબ તપાસ ચાલુ છે. સુરક્ષા પ્રોટોકોલને કારણે વધુ માહિતી આપવામાં આવી નથી. અધિકારીઓએ એમ પણ જણાવ્યું કે જાહેર જનતા માટે કોઈ જોખમ નથી અને વડા પ્રધાન સુરક્ષિત છે, યોગ્ય સમયે વધુ માહિતી આપવામાં આવશે.  

પોલીસે લોકોને અફવાથી દૂર રહેવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની અધિકારીઓને જાણ કરવા વિનંતી કરી છે.આલ્બેનીઝ સમગ્ર ઘટના અંગે સુરક્ષા અધિકારીઓ પાસેથી માહિતી મેળવી રહ્યા છે.