નવી દિલ્હીઃ જર્મન લક્ઝરી કાર ઉત્પાદક કંપની ઑડી ઈન્ડિયા ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારા અને વિનિમય દરની ચંચળતાની માઠી અસર ખાળવા માટે આગામી બીજી એપ્રિલથી તેના ઉત્પાદનોના ભાવમાં બે ટકા સુધીનો વધારો કરશે.
આ ઈન્ડિયાની યાદીમાં જણાવ્યાનુસાર કંપની તેના તમામ રેન્જના મૉડૅલના ભાવમાં એક્સ શૉ રૂમ ધોરણે બે ટકા સુધીનો વધારો કરશે. તાજેતરમાં ઈનપૂટ ખર્ચમાં થયેલા વધારા અને આંતરરાષ્ટ્રીય વિનિમય દરમાં થતાં ફેરફારોની અસરને ખાળવા માટે આગામી બીજી એપ્રિલથી તમામ મૉડૅલના ભાવમાં બે ટકા સુધીનું એડજસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે. જોકે, અમારા ગ્રાહકો પર ઓછામાં ઓછો ભાવવધારો પસાર કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ, એમ ઑડી ઈન્ડિયાના બ્રાન્ડ ડિરેક્ટર બલવિર સિંઘ ધિલ્લોને જણાવ્યું હતું.
નોંધનીય બાબત એ છે કે હાલમાં ઑડી ઈન્ડિયાની લક્ઝરી કાર અને ક્યુ3 એસયુવીથી એસયુવી આરએસ ક્યુ8 સુધીની રેન્જની એસયુવી કારના ભાવની રેન્જ રૂ. 43.23 લાખથી રૂ. 2.34 કરોડ સુધીની છે.l-2026